Vadodara

દિલ્હીથી વડોદરાની ફલાઇટના ટોઇલેટમાં બોમ્બ લખેલું ટિસ્યુ પેપર મળ્યું, મુસાફરો અટવાયા

બોંબ સ્કવોડના ચેકિંગ બાદ કેન્સલ થયેલ ફ્લાઈટ 10.15 કલાકે દિલ્હીથી વડોદરા આવવા પ્રસ્થાન થઈ :

એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં 180 મુસાફરો સવાર હતા :

( પ્રતિનિધિ ) વડોદરા તા.12

દિલ્હીથી વડોદરાની ફલાઇટના ટોઇલેટ બોમ્બ લખેલું ટિસ્યુ પેપર મળી આવ્યા બાદ એરપોર્ટ તંત્ર એલર્ટ થયું હતું. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં બોંબની ધમકી મળ્યાનું સામે આવતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં ફલાઇટમાં 180 મુસાફરો સવાર હતા. હાલ કેન્સલ થયેલ ફ્લાઈટ 10.15 કલાકે દિલ્હીથી વડોદરા આવવા પ્રસ્થાન થઈ હતી.

દિલ્હીથી વડોદરાની ફલાઇટમાં બોંબની ધમકીને પગલે એરપોર્ટ તંત્ર એલર્ટ થયું હતું. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં બોંબની ધમકી મળ્યાનું સામે આવતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફલાઈટમાં બોંબની ધમકીને પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક પગલા લેવાતા બોંબ સ્કવોડની ટીમને જાણ કરવામાં આવી હતી. NSG,CISF અને બોંબ સ્કવોડની ટીમે બનાવ સ્થળ પર પંહોચી ફલાઈટમાં ચેંકિગ હાથ ધર્યું હતું. ચેંકિગ દરમ્યાન મુસાફરોને દોઢ કલાક સુધી ફલાઇટમાં જ બેસાડવામાં આવ્યા હતા. બોંબ સ્કવોડ ટીમ દ્વારા મોડી રાત સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું. અંતે ચેંકિગ બાદ કોઇ શંકાસ્પદ વસ્તુ ના મળી આવતા મુસાફરો સહિત તંત્રએ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં ફલાઇટમાં 180 મુસાફરો સવાર હતા. ફલાઈટ ટેક ઓફ થાય પહેલા બોંબ હોવાનો કોલ આવતા મુસાફરોમાં ગભરાટ જોવા મળ્યો હતો. બોમ્બ હોવાની માહિતી મળતા એન એસ જી કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બોમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું. આ ફલાઈટમાં એક યાત્રીના જણાવ્યા અનુસાર બોંબ હોવાનું સામે આવ્યા બાદ 10 કિલોમીટર દૂર ફ્લાઈટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. બોંબ સ્કવોડ ના આવે ત્યાં સુધી AI- 819 ના યાત્રીઓ ને પ્રથમ દોઢ કલાક ફ્લાઈટ માં બેસાડી રાખવામાં આવ્યા હતા.

AI – 819 ફ્લાઈટમાં 180 યાત્રી વડોદરા આવતા હતા દરમ્યાન આ ઘટના બનવા પામી. બૉમ્બ હોવાની માહિતી થી કેન્સલ થયેલ ફ્લાઈટ આજે 10.15 કલાકે દિલ્હી થી વડોદરા આવવા પ્રસ્થાન થઈ હતી. દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કેટલાક રાજ્યોમાં બોમ્બ મૂકાયાની ઘટનાઓ બની રહી છે. દિલ્હી, રાજસ્થાન અને અમદાવાદની કેટલીક શાળાઓમાં બોમ્બની ધમકીના કોલ અને ઇમેલ આવ્યા હતા. બોંબની ધમકી મળ્યાનું સામે આવતા જ બોંબ સ્કવોડ અને તંત્ર એલર્ટ થઈ જાય છે અને તપાસ કરે છે. બાદમાં બોંબની ધમકી એક અફવા હોવાનું સામે આવે છે. દિલ્હીમાં 200 શાળાઓને બોંબની ધમકીના ઇમેલ આવ્યા હતા. આ સાથે કેટલાક સ્થાનો પર એરપોર્ટને પણ બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે હવે ગઈકાલે દિલ્હીથી વડોદરાની ફલાઈટમાં બોંબ લખેલું ટિસ્યુ મળી આવતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક પગલા લેવાતા બોંબ સ્કવોડ બોલાવવામાં આવી હતી. અંતે ચકાસણી બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળતા આ માત્ર અફવા હોવાનું સામે આવ્યું. બોંબની ધમકી આપવા મામલે કોઈ શખ્સ દ્વારા મજાક કરવામાં આવી રહી છે કે, પછી કોઈ ચોક્કસ જૂથ દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અથવા તો કોઈ આ પ્રકારની ધમકીઓ આપી કોઈ સંદેશ આપવા માંગે છે. આ મામલે સરકાર ચોક્કસ તપાસ હાથ ધરશે.

Most Popular

To Top