Vadodara

દિપેનની હત્યા તથા પૂરાવાના નાશની હકિકત જાણતો હોવા છતાં હિતેશે પોલીસથી છુપાવી

દિપેન પટેલની હત્યા કરનાર હાર્દિક પ્રજાપતિએ ઘટનાની રાતે તેના ભાઇ હિતેશને રિક્ષા લઇને બોલાવ્યો હતો અને તમામ હકીકત જણાવી હતી

પ્રતિનિધિ વડદોરા તા.17

દિપેન પટેલની હત્યા કરનાર હાર્દિક પ્રજાપતિએ ઘટનાની રાત્રી તેના ભાઇ હિતેશને રિક્ષા લઇને બોલાવ્યો હતો અને તમામ હકીકત જણાવી હતી. પરંતુ પોલીસ દરમિયાન તેની હત્યા સહિત પુરાવાનો નાશ કર્યાની વિગત પણ છુપાવી રાખી હતી. પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના મંજૂર કર્યા છે.

વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે દરજીપુરા ગામમાં રહેતો દીપેન પટેલ આરટીઓમાં નંબર પ્લેટ લગાવવાનુ કામ કરતો હતો.તેની સાથે કામ કરતા હાર્દિક પ્રજાપતિનું અફેર પટેલ સમાજની યુવતી સાથે ચાલતુ હોવાની દીપેનને જાણ થઇ હતી. તેની જાણ યુવતીના પિતાએ કરી હતી. ત્યારથી જ હાર્દિક દિપેન પર રોષ ભરાયો હતો અને તેની હત્યા કરી નાખ્યા બાદ લાશને કાલોલના નારણપુરા પાસેની કેનાલમાં ફેંકી દીધી હતી. હત્યા બાદ હાર્દિકે તેના ભાઇ હિતેશને ફોન કરી રિક્ષાને લઇને બોલાવ્યો હતો. ત્યારબાદ હાર્દિકે તેના ભાઇને તમામ હકીકત જણાવી હતી. પરંતુ પોલીસ તપાસ દરમિયાન હિતેશ પ્રજાપતિએ પણ હત્યાની તમામ હકીકત છુપાવી રાખી હતી. ઉપરાંત તમામ પુરાવાનો નાશ કરવામાં આરોપીને મદદ પણ કરી હતી.  દરમિયાન પોલીસે હત્યારાના ભાઇની પણ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે હાર્દિકે હત્યા કર્યા બાદ  મને બોલાવ્યો હતો ત્યારબાદ તેની મારી હાજરીમાં કપડા સહિતના હથિયાર ફેંક્યા હતા, પરંતુ હથિયાર મળ્યા નથી. જેથી પોલીસે વધુ પૂછપરછ કરવા માટે સહ આરોપી હિતેશ પ્રજાપતિને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.  

Most Popular

To Top