અભ્યાસ છોડાવી કોઈ કામ કરી રૂપિયા મળે તેવા દબાણ સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો..
અપર દીકરાની જવાબદારીમાંથી મુકત થવા પત્નીને દબાણ કરતા બને વચ્ચે અવારનવાર ઝગડા થતાં..
(પ્રતિનિધિ) વડોદરા તા. 12
*આગલા પતિના દીકરાને અભ્યાસ છોડાવી દઇ કામ ધંધો કરી આર્થિક ઉપાર્જન કરવા તથા તેમ ન કરે તો પત્ની પર પુત્રની જવાબદારીમાંથી પોતે હટી જવા દબાણ કરીને અવારનવાર પત્ની અને પુત્રને શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરતા સાવકા પિતાને સામાજિક અને કાયદાનું ભાન કરાવી સમગ્ર બાબતે અભયમ ટીમ વડોદરાએ સુખદ સમાધાન કરાવ્યું.
પ્રાપ્ત માહિતી મુજબ
ગત રવિવારના રોજ સોમાતળાવ વિસ્તારમાંથી એક પરિણીતાએ 181મહિલા હેલ્પ લાઈનમાં કૉલ કરીને જણાવ્યું હતું કે,તેમનાં પતિ તેમની સાથે અને દિકરા સાથે માનસિક અને શારિરીક ત્રાસ આપે છે દિકરાને અભ્યાસ છોડાવી કોઈ કામ કરી રૂપિયા મળે તેવું દબાણ કરે છે.જેથી
અભયમ બાપોદ ટીમ જણાવેલા સ્થળે પહોંચી હતી જ્યાં પતિ- પત્ની સાથે અસરકારક કાઉન્સિલિંગ કરી બને સાથે રહી દીકરાને યોગ્ય અભ્યાસ કરાવે અને કાળજીથી ઉછેર કરે તે રીતે સહમત કર્યા હતાં.સમગ્ર માહિતી પ્રમાણે રંજનાબેન નામની મહિલા વિરામગામના છે (નામ અને ગામ કાલ્પનિક છે.)તેઓના અગાઉના પતિ સાથે અણબનાવ થતાં તેમણે છુટાછેડા લઇ લીધાં હતાં તેઓને પતિથી એક સંતાનમા 14 વર્ષનો દીકરો છે. મહિલાએ વડોદરા ખાતે રહેતા અર્જુનભાઈ સાથે પુન લગ્ન કર્યા હતા અને અગાઉ લગ્ન સમયે નક્કી કર્યા મુજબ પોતાનાં દિકરાને સાથે રાખશે તેનો ઉછેર, અભ્યાસ સહિતની જવાબદારી સ્વિકારશે જે અંગે અર્જુનભાઇએ સહમતી આપતા તેઓ આગલા પતિના દિકરા સાથે વડોદરા સાસરીમાં આવ્યાં હતાં. શરુઆતમાં તો લગ્નજીવન ખૂબ સરસ ચાલ્યું હતું પરતું ત્યારબાદ પતિએ પોત પ્રકાશવાનુ શરૂ કર્યું હતું જેમાં તે અપર દીકરાની જવાબદારીમાંથી મુકત થવા પત્નીને દબાણ કરતો હતો જેથી આ બાબતને લઇને બને પતિ -પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતાં. સાથે સાથે પતિ પત્ની અને દીકરા સાથે મારઝુડ કરતો હતો હદ તો ત્યારે વટાવી જ્યારે પતિ દ્વારા પુત્રને અભ્યાસ છોડી દેવા અને કોઈ કામધંધો કરવા દબાણ કરતો હતો જ્યારે માતા પોતાનાં દીકરાને સારી કારકિર્દી માટે તેને પૂરતું ભણાવવા ઈચ્છતી હતી.આ બાબતે અવારનવાર પતિ પત્ની અને પુત્ર સાથે ત્રાસ ગુજારતો હતો.ત્યારે આ સમગ્ર મામલે
અભયમ ટીમ બાપોદ દ્વારા અર્જુનભાઈને સમજ આપેલ કે આપના લગ્ન એ શરતે થયેલા કે આપ દીકરાની જવાબદારી સ્વીકારશો અને હવે જવાબદારીમાંથી છટકી જવુ યોગ્ય નથી હાલમાં આપને કોઈ સંતાન નથી તો અપર દીકરાને પણ પોતાનાં દિકરા જેટલીજ કાળજી લેવી જોઈએ. દીકરાને યોગ્ય અભ્યાસ કરાવો જેથી તે પોતાનાં પગ પર ઉભો રહે વૃદ્ધાવસ્થામાં પણ તે સહાયરૂપ બની રહેશે આમ અસરકારતાથી સામાજિક દ્રષ્ટિકોણ અને કાયદાકીય રીતે સમજાવતા અર્જુનભાઇએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને દીકરાને આગળ ભણાવવા સહમત થયા હતા સાથે સાથે પત્ની કે પુત્રને પોતે ભવિષ્યમાં કોઇપણ પ્રકારની હેરાંનગતી નહી કરે તેવી ખાત્રી આપી હતી.આમ અભયમની મદદથી સુખદ સમાધાન થતાં રંજનબેને અભયમ ટીમનો આભાર માન્યો હતો.