Dahod

દાહોદ: સ્ટેશન રોડના જૈન નસીયા મંદિરની આગળથી ધોળે દિવસે લોક મારેલી મોટરસાઈકલની ચોરી

દાહોદ:

દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલ જૈન નસીયા મંદિરની આગળથી ધોળે દિવસે લોક મારી પાર્ક કરેલી મોટરસાઈકલની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરની કલ્યાણ સોસાયટી વિસ્તાર ખાતે રહેતાં સોમીલભાઈ નિરેનભાઈ શાહે ગત તા.૧૧મી એપ્રિલના રોજ દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે ચાર થાંભલા વિસ્તાર ખાતે જૈન નસીયા આગળ પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી. ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સોમીલભાઈ નિરેનભાઈ શાહ દ્વારા દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————-

Most Popular

To Top