Dahod

દાહોદ: સોમવારે વડાપ્રધાન મોદી લીલીઝંડી આપી પ્રથમ એન્જીનને ખુલ્લું મુકશે, કુલ 4 એન્જીન તૈયાર કરાયા..


એન્જિનના ઇનોગ્રેશન માટે રેલ કારખાનામાં નવું પ્લેટફોર્મ તૈયાર કરાશે

સાઇલેન્ટ એન્જીન તરીકે ઓળખાતો નવું એન્જીન 5800 ટનની ક્ષમતાની સાથે મહત્તમ સ્પીડ 120 કિલોમીટરની હશે..

દાહોદ તા. 23

દાહોદમાં 20000 કરોડના ખર્ચે નવા રેલ કારખાનાનું સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થવાનું છે. દેશના સૌથી શક્તિશાળી એન્જિનમાંના એક 9000 હોર્સ પાવરની કેપેસિટી, તેમજ અધતન ટેકનોલોજીથી સજ્જ રેલ કારખાનામાં ચાર નવા એન્જિન તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકીનો પ્રથમ એન્જિનનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. રેલવે કારખાનામાં તમામ ટ્રાયલ પૂર્ણ કર્યા છે.હવે સોમવારે વડાપ્રધાન મોદી લીલીઝંડી આપી પ્રથમ એન્જિનને દેશને સમર્પિત કરશે. આ નવા એન્જિનને D-9 નામ આપવામાં આવ્યું છે.

ટેકનોલોજી સજ્જ આ એન્જિન 5800 ટનની માલ સમાનની હેરફેર કરી શકે છે. સાથે જ આની મહત્તમ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ એન્જીન ની વિશેષતા એ છે કે આમાં ટૂ ફ્રેન્ડલી ફીચર્સ ગોઠવવામાં આવ્યા છે. જેમા કેબ એ.સી તેમજ વોટરલેસ યુરીનલ લગાવવવામાં આવ્યા છે. સેફટી માટે પ્રિ વોઇસ રિકોર્ડિંગ સિસ્ટમ, CBRS, કવચ સિસ્ટમ, EOTT, MTRS તેમજ મોર્ડન કોમ્યુનિકેશન એપક્યુંમેન્ટ ફીટ કરવામાં આવ્યા છે. દેશના હાઈ સ્પીડ એન્જિનમાંના એક આ એન્જિન મોર્ડન સેફ તેમજ ફાસ્ટ છે. એટલું જ નહીં આ એન્જિન એટલો સાઇલેન્ટ છે કે નજીકથી પસાર થાય તો તેનો અવાજ પણ નથી આવતો તેવા પ્રકારની બનાવટ કરવામાં આવી છે.

*વડાપ્રધાન મોદી માટે કારખાનામાં વિશેષ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું.*

સિમેન્સ કંપની દ્વારા બનાવવામાં આવેલા રેલ કારખાનામાં પ્રથમ એન્જિન સોમવારે બહાર નીકળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ એન્જિનિયર લીલીઝંડી આપવામાં આવશે. માટે વડાપ્રધાન મોદી માટે ખાસ રેલ કારખાનામાં એક નવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેની શરૂઆત આજથી થઈ છે અને આગામી 24 તારીખ સુધી આ હંગામી પ્લેટફોર્મ તૈયાર થઈ જશે. સોમવારે વડાપ્રધાન મોદી આ પ્લેટફોર્મ પરથી જ દેશના પ્રથમ હાઈ સ્પીડ રેલ એન્જિનને લીલીઝંડી આપશે

Most Popular

To Top