દાહોદ :
જેલમાં કેદ થવાની હતાશાઓ કે માતા પિતા હવે આર્થિક અને સામાજીક બોજ સહન કેવી રીતે કરશે એવા આત્મ મનોમંથન વચ્ચે દાહોદ સબજેલમા પોક્સોના આરોપમાં બે સપ્તાહ પૂર્વે કેદ કરાયેલા આ ૨૧ વર્ષના યુવાન કાચા કામના કેદી અંબાલાલ પારગીએ બેરેક નં.૩મા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા ભારે ચકચાર મચી છે.
દાહોદ બી. ડિવીઝન પોલીસ મથકમા એક સગીરાને લગ્નના ઈરાદે ભગાડી જવાના દાખલ થયેલા ગુનામા રાજસ્થાન ના આનંદપુરી તાલુકા કુપડી મડકોલા ગામના ૨૧ વર્ષના યુવક અંબાલાલ પારગીની પોક્સોના ગુનામા ધરપકડ કરવામા આવી હતી. છેલ્લા બે સપ્તાહથી દાહોદ સબ જેલના હવાલે કરાયેલા આ આરોપી યુવકે પ્રેમમા નાસીપાસ થઈ જવાની હતાશા અગર તો માતા પિતા હવે જેલમાંથી છોડાવવાનો આર્થિક બોજ કેવી રીતે સહન કરશેના સતત મનોમંથનથી ઘેરાયો હતો. આ કાચા કામના કેદી ૨૧ વર્ષીય અંબાલાલ પારગીએ દાહોદ સબજેલમા પોતાની બેરેક મા રહેલ હવા ઉજાસ માટેની જાળી સાથે નાડુ અને પ્લાસ્ટિક દોરીની મદદથી ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. દાહોદ સબજેલમા પોક્સો ના આરોપ હેઠળ કેદ કરાયેલા ૨૧ વર્ષના યુવાન આરોપી એ ગળાફાંસો ખાઈને આત્મહત્યા
કરી હોવાના આ બનાવ સંદર્ભમાં દાહોદ ના ડી.વાય.એસ.પી. ભંડારીએ મૃતક યુવાનના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી ને કાયદેસર તપાસ કરવામા આવશે એમ જણાવ્યુ હતુ.
રાજસ્થાન રાજ્યના બાસવાડા જિલ્લામાં આનંદપુરી તાલુકામાં કુપડી મડકોલા મોગજી પંચાયત વિસ્તાર ખાતે રહેતા ૨૧ વર્ષીય અંબાલાલ રાજેશભાઈ પારગી વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે પોક્સોની ફરિયાદ નોંધાવા પામી હતી. આરોપીને ઝડપી પાડી ગત તારીખ ૧૪ ઓગસ્ટના રોજ દાહોદ સબજેલ ખાતે ઉપરોક્ત આરોપીને મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ પાંચ દિવસ પહેલા એટલે કે તારીખ ૩ સપ્ટેમ્બર બુધવારના રોજ ઉપરોક્ત કેદી અંબાલાલ પારગીની માતા કેદીની જેલ ખાતે મુલાકાત કરવા પણ આવ્યા હતા. ત્યારે બીજી ગતરોજ તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ કેદી અંબાલાલ પારગી એ સબજેલની ખોલીમાં જેમાં તેમને રાખવામાં આવ્યા હતા તે ખોલી નંબર ત્રણમાં હવા ઉજાસ માટે લગાડવામાં આવેલી ગ્રીલમા કેદી અંબાલાલ પારગીએ નાડુ બાંધી અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. આ કેદીના આપઘાતના સમાચારની સાથે સબજેલના સત્તાધીશો દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ દાહોદ પોલીસને પણ કરવામાં આવતા દાહોદ પોલીસ કાફલો પણ સબજેલ ખાતે દોડી ગયો હતો. ઉપરોક્ત મૃતક કેદીના મૃ તદેહને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ પોક્સોના આરોપી અંબાલાલ પારગી એ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.