દાહોદ :;
દાહોદ શહેર સહિત તાલુકામાં એમજી. વીસીએલ વીજ ચોરીના નાથવા માટે સક્રિય બન્યું છે. પાછલા કેટલાક દિવસોથી શહેર સહિત તાલુકામાં વિભાગ દ્વારા વીજચોરી મામલે ચેકીંગ હાથ ધરાયું છે. તેજ રીતે ગઇકાલે સોમવારથી વિભાગની ૩૨ જેટલી ટીમોએ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તપાસ આરંભી અને વીજચોરી કરતા લોકોના વીજ મીટરો કબ્જે લીધા હતા. તો આજે મંગળવારના રોજ પણ ચેકીંગ દરમ્યાન વીજ મીટરો કબ્જે લઇ તપાસમાં મોકલ્યા છે. આ કાર્યવાહી કરાતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

દાહોદ શહેરમાં લાઈટના મીટરમાં ચેડાં કરી વીજચોરી કરતાં હોવાનું સામે આવતા એમજીવીએસએલ સક્રિય બન્યું હતું અને અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ શરૂ રાખ્યું હતું. આજે પંચમહાલ, વડોદરા, ગોધરા, છોટાઉદેપુર, ડભોઈ સહિત મધ્યગુજરાતના અલગ અલગ વિસ્તારોમાથી એમજીવીસીએલની ૩૨ જેટલી ટીમો દાહોદ ખાતે આવી પહોંચી હતી અને શહેરમાં ૧૯ ટીમો અને ગ્રામ્ય વિસ્તારમાં અન્ય ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં માત્ર દાહોદ શહેરમાથી આજે ૧૯ જેટલા
મીટર શંકાસ્પદ મળી આવતા તમામ ૧૯ મીટર કબજે કરી તેનું પરીક્ષણ કરવામાં આવશે. અત્યારસુધી દાહોદ શહેર માથી ૧૪૫ જેટલા શંકાસ્પદ મીટર કબ્જે કરાયા હતા. જેમાં ૫૪ મીટર નું પરીક્ષણ થયું. તેમાથી ૫૦ મીટર માં ચેડાં કરેલા હોવાનું સામે આવ્યું છે. જે લોકોએ મીટર માં ચેડાં કરેલા છે તે લોકો સામે વપરાશ અનુસાર દંડ વસૂલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

આગામી સમય માં પણ સમગ્ર જિલ્લા માં એમજીવીસીએલની ઝુંબેશ ચાલુ રહેવાની છે. જેથી આવા મીટર હજુ પણ મળી આવે તેવી શક્યતાઓ રહેલી છે.