Dahod

દાહોદ: માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત

દાહોદ :

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત નીપજતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદના મોટી લછેલી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૬ ફેબ્રુઆરીના રોજ એક ઓટો રીક્ષા ચાલકે પોતાના કબજાની ઓટો રીક્ષા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે સામેથી આવતી મોટરસાઈકલને અડફેટમાં લેતાં સુરેશભાઈસ કૈલાશબેન અમલીયાર તથા ચીરાગીબેન રોડ પર ફંગોળાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં જેમાં ચીરાગીબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું . જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે સુરેખાબેન સુરેશભાઈ માવીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડાના ઢઢેલા ગામેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ પર બનવા પામ્યો હતો. જેમાં ગત તા.૦૬ ફેબ્રુઆરીના રોજ એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક ટ્રકની શોર્ટ બ્રેક મારતાં ટ્રકની પાછળ આવી રહેલી મોટરસાઈકલ ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી જતાં મોટરસાઈકલ પર સવાર ભરતભાઈ મનુભાઈ હઠીલા તથા ધ્રૃવ સુક્રમભાઈ હઠીલા ટ્રકની પાછળ મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાતા બંન્ને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્ને મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ મૃતકના પરિવારજનો થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં જ્યારે ટ્રકટનો ચાલક માર્ગ અકસ્માત સર્જી ટ્રક સ્થળ મુકી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ સંબંધે બચુભાઈ વરસીંગભાઈ હઠીલાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————–

Most Popular

To Top