દાહોદ:
દાહોદ શહેર તેમજ આસપાસના ગામોમાં નકલી એનએ હુકમથી જમીન બિનખેતી કરવાના પ્રકરણમાં બાકી બચેલા સર્વે નંબરોની તપાસ ચાલી રહી હોવાથી તોફાન પહેલાની શાંતિ છે. પરંતુ બાકી 85 માંથી આખા 74 સર્વે નંબરો નકલી હુકમના આધારે બિનખેતી કરાયા હોવાનું કલેક્ટરે બનાવેલી સમિતિની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. 85 સર્વે નંબરમાં સંદિગ્ધ તરીકે નાખી દેવાયેલા 9 સર્વે નંબર સાચા હોવાનું સામે આવ્યુ છે. તપાસ દરમિયાન તાલુકા પંચાયત અને સિટી સર્વેના નકલી હુકમો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેર અને તેના આસપાસના ગામોમાં નકલી હુકમોના આધારે જમીન બિનખેતી કરવાના કૌભાંડમાં 219 શંકાસ્પદ સર્વે નંબરોમાંથી 134 સર્વે નંબર મામલે જુદા- જુદા ચાર ગુના દાખલ થઇ ચૂક્યા છે.
બાકી બચેલા 85 સર્વે નંબરોના કાગળો જ મળતાં ન હોવાની વાતને લઇને ભારે ખળભળાટ મચ્યો હતો. ત્યારે કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા આ સર્વે નંબરોના કાગળોની તપાસ માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પાંચ લોકોની સમિતિની રચના કરી હતી. આ સમિતિની તપાસ દરમિયાન 85માંથી માત્ર 9 સર્વે નંબરો ખરી પ્રોસેસથી એનએ થયા હોવાનું સામે આવ્યુ હતુ જ્યારે બાકીના 76 નકલી હુકમના આધારે એનએ કરાયા હોવાનું જાણવા મળ્યુ છે. નકલી સર્વે નંબરોમાં તાલુકા પંચાયત સાથે સિટી સર્વેના પણ ખોટા હુકમો તપાસ દરમિયાન સામે આવ્યા છે. ત્યારે આ પ્રકરણમાં આગામી દિવસોમાં પણ ધરપકડનો દોર શરૂ થાય તમ જોવાઇ રહ્યુ છે.
સમિતિ હવે પોલીસને સર્વે નંબરોનું લિસ્ટ આપશે
પાંચ સભ્યોની સમિતિમાં 85માંથી 76 સર્વે નંબરો ખોટા હુકમના આધારે એનએ કરાયા હોવાનું સામે આવ્યુ છે ત્યારે આગામી દિવસોમાં સમિતિ પોલીસને આ સર્વે નંબરોનું લિસ્ટ આપશે. આ લિસ્ટ આપ્યા બાદ તાલુકા પંચાયત અને સિટિ છે. સર્વે કચેરીના ખોટા હુકમો મામલે દાખલ થયેલા ગુનામાં આ નંબરોનો ઉમેરો કરવાનો કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે ત્યાર બાદ તેમાં શામેલ લોકોની ધરપકડ કરાય તેમ જોવાઇ રહ્યુ છે.
9 નંબરો સાચા નીકળ્યા :- યોગેશ નિરગુડે,કલેક્ટર,દાહોદ
સમિતિની તપાસમાં નવ સર્વે નંબરો સાચા નિકાળ્યા છે. તે સિવાયના તમામ નંબરો સંધિગ્ધ છે. પોલીસને સર્વે નંબરોનું લિસ્ટ સોંપવામાં આવશે.
દાહોદ: માત્ર 9 સર્વે નંબરો ખરી પ્રોસેસથી એનએ થયા, બાકીના 76 નકલી હુકમ
By
Posted on