દાહોદ:
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં સર્વે ટીમ દ્વારા ઘણા સર્વે નંબરોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી ત્યારે ચકાસણીના અંતે ૧૧ જેટલા સર્વે નંબરોવાળી મિલ્કતો સાચી જણાઈ આવતાં આ મામલે દાહોદ પ્રાંત અધિકારી દ્વારા આ ૧૧ સર્વે નંબરવાળી મિલક્તોના દસ્તાવેજાે કરવાની પ્રક્રિયા નિયમોનુસાર કરવા માટે દાહોદની સબ રજીસ્ટ્રાર કચેરીને લેખિતમાં જાણ કરવામાં આવી છે.
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણે દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવી મુક્યો છે. દાહોદ પોલીસ તંત્ર તેમજ સરકારી અધિકારીઓ દ્વારા આ મામલે પોલીસે ચોપડે એકપછી એક ફરિયાદો નોંધાવતાં પોલીસે આ નકલી બિન ખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ સહિત ભુમાફીયાઓ, જમીન દલાલો, મિલક્ત માલિકો, વચેટીયા અને સરકારી બાબુઓની અટકાયત કરી તમામને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા આ નકલી બિન ખેતી પ્રકરણ સંદર્ભે ગંભીરતા દાખવી દાહોદમાં અલગ અલગ ટીમો બનાવી સર્વે કામગીરી હાથ ધરવાના આદેશો આપવામાં આવ્યાં હતાં. ત્યારે આ આદેશોને ધ્યાનમાં લઈ સર્વે ટીમ દ્વારા દાહોદના શંકાસ્પદ સર્વે નંબરોવાળી મિલક્તોનું છેલ્લા ઘણા દિવસોથી સર્વે હાથ ધરી રહી છે અને હાલ પણ સર્વે ચાલુ છે ત્યારે સર્વે ટીમ દ્વારા કરવામાં આવેલ શંકાસ્પદ સર્વે નંબરોનું સર્વે કરતાં જેમાં ૧૧ જેટલા સર્વે નંબરો સાચા જણાઈ આવ્યાં હતાં જે બાદ આ સર્વે નંબરોનો રજીસ્ટર દસ્તાવેજ કરવા બાબતે જરૂરી બિનખેતીના હુકમોની પ્રમાણિત નકલો મેળવીને દસ્તાવેજ કરવા માટે દાહોદના પ્રાંત અધિકારી દ્વારા દાહોદ સબ રજીસ્ટ્રારને લેખિત જાણ કરવામાં આવી છે.
આ નંબરો માન્યતા વાળા
દાહોદમાં સર્વે ટીમ દ્વારા સર્વે દરમ્યાન સાચા જણાઈ આવેલ સર્વે નંબરોમાં છાપરીમાં સર્વે નંબર ૨૧, લીલરમાં ૧૫/૧૪, ચંદવાણામાં ૩૮૧/૨, સાકરદામાં ૧૬/અ/૨, દાહોદ(ક)માં ૩૭૩/૧ પૈકી ૮૧૩૩/ક, દાહોદ(ક) ૩૭૩/૧ પૈકી ૮૧૩૩/ક, દાહોદ(ક) ૩૭૩/૧ પૈકી ૮૧૩૩/અ, દાહોદ(ક) (રળીયાતી) ૩૮૮ પૈકી ૧ પૈકી ૧, ઉકરડી ૫૭ પૈકી ૧, દાહોદ(ક) ૫૫ અને દાહોદ(ક) ૬૦/અ નંબરોવાળા સર્વે નંબરોવાળા આ સર્વે નંબરો સાચા જણાઈ આવ્યાં છે.
————————————————
