દાહોદ જિલ્લાના સીંગવડના પીપળીયા ગામની છોકરી તોરની ગામે આવેલ પ્રાથમીક શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરતી ૦૬ વર્ષીય માસુમ બાળકીને મોતનું શ્વાસ રૂંધાવી દેવાથી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જેમાં દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાના આચાર્ય તેમજ શિક્ષકને કારણદર્શક નોટીસ ફટકારી તેમજ દિન-૧માં આ મામલે ખુલાસો આપવા જણાવાયું હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં અરેરાટી ફેલાવી દે તેવી ઘટના સામે આવતાં જિલ્લાભરમાં ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. સીંગવડના પીપળીયા ગામની છોકરી તોરની ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૦૬ વર્ષિય માસુમ બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પીએમ રિપોર્ટમાં બાળકીનો શ્વાસ રૂંધાવી દેવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવતાં આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રોbગતિમાન કરી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે. ત્યારે બીજી તરફ એક્શન મોડમાં આવેલા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ મામલે પ્ર શાળાના આચાર્ય તેમજ શિક્ષકને કારણદર્શન નોટીસ ફટકારવામાં આવી છે. આ ઘટના પાછળ શાળાના આચાર્ય તેમજ શિક્ષકની નિષ્કાળજી દેખાતી હોવાને કારણે ગંભીર બનાવ બનવા પામ્યો છે ત્યારે આ મામલે દિન-૧માં ખુલાસો કરવા જણાવાયું છે જાે ખુલાસો કરવામાં નહીં આવે તો કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. બીજી તરફ માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે પીએમ રિપોર્ટની રાહ જાેઈ પીએમ પેનલ તબીબો સાથે આ મામલે ચર્ચા વિચારણા કરી તબીબો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં અનેક ચર્ચાઓ ભારે જાેર પકડ્યું છે ત્યારે પોતાની માસુમ દિકરી ખોઈ બેઠેલા પરિવારજનો પર જાણે આભ તુટી પડ્યું હોય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. આ મામલે પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે આ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દઈ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પરિવારજનો તેમજ ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.
———————————————–