Dahod

દાહોદ પોલીસના 5 ASIની PSI ના પ્રમોશન સાથે અન્ય જિલ્લામાં બદલી, 4 નવા PSIની દાહોદમાં નિમણૂક


દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લાના પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. જિલ્લામાંથી પાંચ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (ASI)ને પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) તરીકે બઢતી આપવામાં આવી છે.

દાહોદ જિલ્લામાથી PSI તરીકે બઢતી પામનાર અધિકારીઓમાં ભાભોર શિતલબેન નાયકાભાઈને છોટાઉદેપુર, પલાસ રાકેશકુમાર દિપસિહને સુરત શહેર, પરમાર ભરતસિંહ અશ્વિનકુમારને મહેસાણા, વસાવા રોહિતકુમાર મંગુભાઈને સુરત ગ્રામ્ય અને નિસરતા રેખાબેન માનસિંગભાઈને અરવલ્લી ખાતે નિમણૂક આપવામાં આવી છે.

જ્યારે અન્ય જિલ્લાઓ માંથી ચાર નવા PSIની બઢતી સાથે દાહોદમાં નિમણૂક કરવામાં આવી છે. આમાં સાબરકાંઠાથી રમીલાબેન થાનાજી ભગોરા, અરવલ્લી મોડાસાથી સિદ્ધરાજસિંહ મોતીસિંહ ઝાલા, છોટાઉદેપુરથી જોષી શિવપ્રસાદ ઉમિયાશંકર અને અમદાવાદ શહેરથી પરમાર નિકુલસિંહ બારસીનો સમાવેશ થાય છે.

આ તમામ બદલીઓ અને બઢતીઓ પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) મોડ-3 (વર્ગ-3)ની ખાતાકીય બઢતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અધિકારીઓને આપવામાં આવી છે. આ ફેરફારો રાજ્યના પોલીસ વિભાગની કાર્યક્ષમતા વધારવાના હેતુથી કરવામાં આવ્યા છે.

Most Popular

To Top