Dahod

દાહોદ નજીક એમોનિયાના ટેન્કરમાં લીકેજ, ફાયર વિભાગે કામગીરી કરી

દાહોદ :

આજરોજ બપોરે ૧:૦૦ કલાકે દાહોદ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે જીજે ૦૬ એએક્સ ૯૬૦૨ નંબરનું ટેન્કર મુંબઇથી મેઘનગર ક્રિષ્ના ફોસ્કેમ લિમિટેડમાં લિકવિડ એમોનિયાનું ટેન્કર જઇ રહ્યું છે. જેમાં અમદાવાદ – ઇન્દોર હાઇવે, હોટલ સતી તોરલ પાસે ઢાંકણમાં એમોનિયા ગેસ લીકેજ થયો છે. જેની જાણ થતાં દાહોદ ફાયર બ્રિગેડ સ્ટેશન ફાયર ઓફિસર દીપેશ.આર જૈન સહિતની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કામગીરી ચાલુ કરી હતી. જેની જાણ થતા દાહોદ ડી.વાય.એસ.પી. જગદીશ ભંડારી , રૂરલ પી.આઈ કનેરા ,ઝાલા તેમજ હાઇવે ઓથોરિટીની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જે કામગીરી ફાયર વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી અને લિકવિડ એમોનિયાના ટેન્કરને સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગ,પોલીસ વિભાગ અને હાઇવેની ટિમ દ્વારા દાહોદ જિલ્લાની બોર્ડર સુધી પહોચાડવામાં આવ્યું હતું.

Most Popular

To Top