દાહોદ :
દાહોદના બહુચર્ચિત નકલી એનએ પ્રકરણમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ પાંચ આરોપીઓને કોર્ટમાં રજુ કરતાં કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે. આવનાર દિવસોમાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની પુરેપુરી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
દાહોદ શહેરમાં નકલી એનએ કૌભાંડમાં છેલ્લે દાખલ થયેલી ફરિયાદની પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં પોલીસ દ્વારા જવાબ લખાવી જવા માટે નોટિસો આપવામાં આવી હતી. ત્યારે આ નોટિસોના આધારે જવાબ લખાવવા માટે ગયેલા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય વ્યક્તિઓમાં નકલી એનએ હુકમથી જમીન બિનખેતી થઇ હોવાના ગુનામાં માલિક તરીકે મજહર કાગદી, મુસ્તુફા જીરૂવાલા, અઝીઝ પટેલ, ગોપાલ સોની અને દલાલની ભૂમિકા ભજવનાર પવન અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચેયની ધરપકડ થતાં આખા શહેરમાં ફરી એક વખત ખળભળાટ મચી ગયો હતો. આ પાંચેયને ગુરુવારની સાંજે કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા .પોલીસે પાંચેયના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
દાહોદ: નકલી એનએ કૌભાંડમાં વધુ પાંચની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ
By
Posted on