Dahod

દાહોદ તાલુકાના ટાંડા ગામેથી પોલીસે હાઈવા ડમ્પરમાંથી વિદેશી દારૂ તથા બીયરનો રૂા.૨૮.૨૬ લાખનો જથ્થો ઝડપ્યો

દાહોદ તા.૧૭ વિનોદ પંચાલ

દાહોદ તાલુકાના ટાંડા ગામેથી પોલીસે એક હાઈવા ડમ્પર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો રૂા.૨૮,૨૬,૦૦૦ના પ્રોહી જથ્થા સાથે આ ડમ્પર ગાડીનું પાયલોટીંગ કરી રહેલી અન્ય એક ફોર વ્હીલર ગાડી પોલીસે કબજે કરી કુલ રૂા.૪૦,૪૬,૫૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે બે ઈસમોની અટકાયત કરી હોવાનું તેમજ અન્ય બે ઈસમો ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત તા.૧૬મી મેના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે દાહોદના ટાંડા ગામે જતાં રસ્તા પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલા એક હાઈવા ડમ્પર પસાર થતાં પોલીસ સાબદી બની હતી. પોલીસને જાેઈ હાઈવા ડમ્પર ગાડીના ચાલકે ભગાવવા જતાં પોલીસે ફિલ્મી ઢબે હાઈવા ડમ્પર ગાડીનો પીછો કર્યાે હતો અને થોડે દુર જઈ હાઈવા ડમ્પરને ઝડપી પાડ્યો હતો. સાથે સાથે આ હાઈવે ડમ્પર ગાડીનું પાયલોટીંગ કરી રહેલી અન્ય એક ફોર વ્હીલર ગાડીને પણ પોલીસે ઝડપી પાડી બંન્ને ઈસમો જેમાં હાઈવા ડમ્પરના ચાલક રાજેન્દ્ર કેશવલાલ સુથાર (રહે. ડેભારી, ગામ, દરજી ફળિયું, તા.વિરપુર, જિ.મહિસાગર) અને અન્ય એક ફોર વ્હીલર ગાડીના ચાલક ઉપેન્દ્રભાઈ કાળુભાઈ ભેદી (રહે. ચાચકપુર, તા.રણધીકપુર, જી.દાહોદ)નાને પોલીસે ઝડપી પાડી બંન્નેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે હાઈવા ડમ્પર ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. હાઈવા ડમ્પર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૪૯૫ જેમાં બોટલો નંગ.૨૧,૦૦૦ કિંમત રૂા.૨૮,૨૬,૦૦૦નો પ્રોહી જથ્થો પોલીસે બંન્ને ગાડીઓની કિંમત મળી પોલીસે કુલ રૂા.૪૦,૪૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલા બંન્ને ઈસમોની પોલીસે વધુ પુછપરછ કરતાં આ વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીમાં અસ્ફાકભાઈ (રહે.ગોધરા) અને આ વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ભરી આપનાર ઈસમો સાથે મળી આ વિદેશી દારૂ તથા બીયરના જથ્થાની હેરાફેરી કરતાં હોવાની ઉફરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમો દ્વારા કબુલાત કરતાં આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————

Most Popular

To Top