Dahod

દાહોદ તાલુકાના ઝરી (ખુર્દ) ગામે એક પરિણિતાએ પતિ તથા સાસરીયાઓના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી


દાહોદ તા.૨૪

દાહોદ તાલુકાના ઝરી (ખુર્દ) ગામે એક પરિણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા આપવામાં આવતાં શારિરીક અને માનસિક ત્રાસથી વાજ આવેલ પરિણિતાએ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદના ઝરી (ખુર્દ) ગામે રહેતી શિલાબેનને તેના પતિ સાજીસભાઈ મનુભાઈ મેડા, સસરા મનુભાઈ ગવજીભાઈ મેડા, સાસુ પાંગળીબેન મનુભાઈ મેડા તથા સાસરીપક્ષના વેશિયાભાઈ કમજીભાઈ મેડા, વેસ્તાભાઈ કમજીભાઈ મેડા તથા દિવાનભાઈ કમજીભાઈ બેફામ ગાળો બોલી, અવાર નવાર મેણા ટોણા મારી કહેતાં હતાં કે, તુ અમને ગમતી નથી, તને કાઈ બનાવતાં આવડતુ નથી, તને અમારે રાખવાની નથી. તેમ કહી શિલાબેનને શારિરીક અને માનસિક ત્રાસ આપતા આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલી શિલાબેને ગત તા.૧૨મી માર્ચના રોજ પોતાની સાસરીમાં આત્મહત્યા કરી લઈ હતી. ઘટનાને પગલે શિલાબેનને પીયરપક્ષમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે બાબુભાઈ બીજીયાભાઈ નિનામાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————–

Most Popular

To Top