દાહોદ શહેર જિલ્લામા ભરઉનાળે ચોમાસાનો માહોલ
દાહોદ: દાહોદ જિલ્લામાં આજે ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા છે. જિલ્લામા અમુક વિસ્તારમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા છે.

વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થયું છે. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વરસાદી છાંટા એટલા હતા કે ઘરોના પતરા પણ ભીના થઈ ગયા હતા.
આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેતરોમાં તૈયાર થયેલા કિંમતી પાકને નુકસાન થવાની આશંકાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ભર ઉનાળામાં આવેલા આ ચોમાસા જેવા માહોલે સ્થાનિક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
