Dahod

દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ દોડતી થઈ

ડિસ્ટ્રિક્ટ જજના એડમિન વિભાગને મળ્યો ધમકીભર્યો મેલ તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું, પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ
દાહોદ:
દાહોદ જિલ્લામાં આવેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર દોડતું થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ ડિસ્ટ્રિક્ટ જજના એડમિન વિભાગને ધમકીભર્યો મેસેજ મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ દાહોદ પોલીસની અલગ અલગ ટીમો કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ હતી અને સુરક્ષાની દૃષ્ટિએ કોર્ટ બિલ્ડિંગ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
બોમ્બની ધમકીના પગલે પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કોર્ટ બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારની તપાસ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ધમકીનો સ્ત્રોત શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને મેસેજ કોણે મોકલ્યો તેની પણ ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને લઈને કોર્ટ પરિસરમાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

Most Popular

To Top