Dahod

દાહોદ : ઝાલોદ રોડ પર ઓટો રિક્ષાના ચાલકે અડફેટમાં લેતાં મોટરસાઈકલ ચાલકને ઈજા પહોંચી

દાહોદ:


દાહોદ શહેરના ઝાલોદ રોડ ઉપર એક ઓટો રીક્ષાના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકને શરીરે ઈજાઓ પહોંચ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૧૬મી માર્ચના રોજ દાહોદના સાકરદા ગામે નિશાળ ફળિયામાં રહેતાં જીજ્ઞેશભાઈ કનુભાઈ ધાકીયા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દાહોદ શહેરના ઝાલોદ રોડ ઉપર કોલેજના ઢાળ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે એક ઓટો રીક્ષાના ચાલકે પોતાના કબજાની ઓટો રીક્ષા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ જતાં ટ્રેક્ટર ટેન્કરને ઓવટેક કરી પસાર થતાં સામેથી આવતાં જીજ્ઞેશભાઈની મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાવતાં જીજ્ઞેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેને પગલે જીજ્ઞેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

આ સંબંધે અલ્કેશભાઈ કનુભાઈ ધાકીયાએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————-

Most Popular

To Top