Dahod

દાહોદ જિલ્લા પોલીસનો દાવો, લીમડીના મંદિરમાં કૂતરાઓ બકરાનું માથું ખેંચી લાવ્યા હતા

ગેરકાયદે ધમધમતા કતલખાના બંધ કરાવવા હિંદુ સંગઠનોની માગણી

દાહોદ :

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગતરોજ ભગવાન શિવજીની મંદિરના પટાંગણની બહાર બકરાનું વાઢેલુ માથુ મળી આવ્યું હતું . જેમાં સ્થાનીક પોલીસે એવો દાવો કર્યો છે કે આ બકરાનું માથુ ચાર -પાંચ દિવસ પહેલાનું હતું અને કોઈ કુતરૂ અથવા કોઈ અન્ય જાનવર દ્વારા મંદિર સુધી લઈ આવ્યું હતું. ત્યારે શ્રી રામ સેવા સમિતિ, દાહોદ દ્વારા લીમડી પોલીસ મથકના પીઆઈને આવેદનપત્ર આપી નગરમાં લાયસન્સ વગરના કતલખાના ધમધમતી રહ્યાં છે તેની સામે કાર્યવાહીની માંગણી કરાઈ હતી. સાથે લાયસન્સ ધરાવતાં કતલખાનાઓ દ્વારા વેસ્ટેજ કચરો જાહેર રસ્તાઓ તેમજ હિન્દુ ધર્મ સ્થાનોની આગળ ફેંકી દેવામાં આવતાં હોવાના આક્ષેપો સાથે સાથે આ મામલે પણ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ગતરોજ લીમડી નગરના ગોધરા રોડ ખાતે ભગવાન શિવજીના મંદિરના પટાંગણની બહાર બકરાનું વાઢેલું માથુ મળી આવ્યું હતું. ઘટનાને પગલે સ્થાનીક હિન્દુ સમાજના લોકોએ આ અંગેની સ્થાનીક પોલીસને જાણ કરતાં પાલીસે તપાસ કરતાં આ બકરાનું વાઢેલુ માથુ ત્રણ-ચાર દિવસ પહેલાનું હતું. અતિ દુર્ગંધ મારી રહ્યું હોય એવું કે, જેને કુતરા અથવા અન્ય કોઈ જાનવર દ્વારા અહીં સુધી લઈ આવવામાં આવ્યું હશે એવું તપાસમાં.જાણવા મળ્યું હતું .

રામ સેવા સમિતિ, દાહોદ દ્વારા લીમડી પોલીસ મથકના પીઆઈને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, લીમડી નગરમાં કેટલા કતલખાના અને માંસ મટનની દુકાનો છે અને એમાં કેટલા પાસે લાયસન્સ છે એટલે કે, કેટલી દુકાનો કાયદેસર છે ? ઘણી જગ્યાએ એકજ લાયસન્સ પર ચાર-પાંચ દુકાનો ચલાવતાં હોય છે. એ દુકાનો કાયદેસર છે તો તેમાંથી નીકળતો વેસ્ટ કચરો હાડકા, ચામડા જેવા જાહેર રસ્તાઓ પર અને હિન્દુ સમાજના ધાર્મિક સ્થાનોની આસપાસ ફેંકવામાં આવે છે .જેના કારણે લીમડી નગરના સ્થાનીક રહીશોનું આરોગ્ય જાેખમાય છે. જેનું જવાબદાર કોણ ? ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે અને જે પણ આરોપી કસુરવાર થાય એના પર દંડાત્મક પગલાં લેવામાં આવે એવી હિન્દુ સમાજની માંગણી છે. જાે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરી આનો વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે શ્રી રામ સેવા સમિતિ, દાહોદ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યાં અનુસાર, હિન્દુ સમાજના લોકો બિન ગેરકાયદેસર મટનની દુકાનોનો વિરોધ છેલ્લા કેટલાંય સમયથી કરતા આવ્યો છે. મુખ્ય મંત્રી દ્વારા તપાસના આદેશ પણ આપેલ છે પરંતુ આજદિન સુધી કોઈ તપાસ કે પગલાં ભરવામાં આવ્યાં ન હોવાના આક્ષેપો આવેદનપત્રમાં કરવામાં આવ્યાં હતાં.

————————————————–

Most Popular

To Top