Dahod

દાહોદ જિલ્લા પોલીસને દબંગાઈ આખરે ભારે પડી, ગુનો દાખલ


*_સાગટાળા પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ. ભરવાડ , પોલીસ ચૌધરી , પોલીસ જયપાલ પટેલ સહિત અન્ય 2 બે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ જેમાં બે પોલીસ કર્મી એરેસ્ટ કરાયા બાકીના ભાગી છૂટ્યા._*


*_આવા પોલીસ કર્મીઓ કોના ઈશારે બેગુનાહ ગરીબ જનતાને બેરહેમી પૂર્વક માર મારતા હોય છ, . તેવી ચર્ચાઓ આવો માર મારવાની સત્તા કોને આપી ?.. તે પણ એક સવાલ_*


*_પોલીસના મારથી ફરિયાદીને ગંભીર ઇજાઓ અને તેના પુત્રનું મોત._*


*_સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો._*



*_આ બનાવમાં ગુનેગાર પોલીસ હાલતો અન્ય પોલીસ લુપાછુપીનો ખેલ ખેલી રહી છે. આખરે ક્યાર સુધી ?.._*


*_આવા દબંગઈ પોલીસ કર્મીઓ પર ઉચ્ચક્ષાની પોલીસ શુ ?.કાર્યવાહી કરે તે જોવું રહ્યું_*


દાહોદ :- દેવગઢ બારીયા તાલુકાના સેવનિયા ગામના રમણભાઈ લક્ષમણભાઈ રાઠવાના ઘરે જઈ સુતેલા રમણભાઈને પોલીસ ટીમે તું રમણભાઈ છે. તેમ કહી ઉભો થા કહ્યું ફરિયાદી રમણભાઈએ કહ્યું કે, મને ત્રણ દિવસથી તાવ આવે છે. મારાથી ઉભું થવાય તેમ નથી તેવું કહેતા જ પી.એસ. આઈ. ભરવાડ દ્વારા ફરિયાદીને બન્ને પગના પજામાં તેમજ ડાબા હાથના ખભામાં તેમજ બરડાના ભાગે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તે મારને જોઈ ફરિયાદીના બન્ને છોકરા બીકના મારે ભાગવા લાગ્યા. તે દરમિયાન મોટા છોકરાને કરંટ લાગ્યો. જેને તાત્કાલિક સારવાર અર્થે દેવગઢ બારીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત જેને લઈ સમગ્ર તાલુકા સહિત દાહોદ જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ફરિયાદીના મરણ જનાર મોટા પુત્રને દાહોદ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે લઈ જવાયો હતો. સમગ્ર બનાવને લઈ સગા સબંધી તેમજ ગ્રામજનો સહિત લોકો રોષે ભરાયા હતો. આ બનાવને લઈ સાગટાળા પોલીસ મથક પણ ખાલીખમ થઈ ગયું હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટનાની જાણ થતાં લીમખેડા ડી.વાય. એસ.પી. વ્યાસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

Most Popular

To Top