Dahod

દાહોદ જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા

દેવગઢ બારીઆના હીંદોલીયા ગામે રહેતા ગુલાબસિંહ છત્રસિંહ પટેલની મોટરસાઈકલ લીમખેડાના પાલ્લી ગામે સ્લીપ ખાઈ ગઈ, ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત

દેવગઢ બારીઆના પીપલોદ ગામે ડાહીબેન સોમાભાઈ વણકરને ટક્કર મારી અજાણ્યા વાહનનો ચાલક નાસી જતાં મોત

દાહોદ :

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓના મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડાના પાલ્લી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૦મી માર્ચના રોજ દેવગઢ બારીઆના હીંદોલીયા ગામે ઉબેર ફળિયામાં રહેતા ગુલાબસિંહ છત્રસિંહ પટેલ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ લીમખેડાના પાલ્લી ગામે પંચમુખી હનુમાનજી મંદિર સામેના રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ગુલાબસિંહ દ્વારા પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં અચાનક મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી જેને પગલે મોટરસાઈકલ પરથી ફંગોળાયેલ ગુલાબસિંહને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે બાબુભાઈ કશનાભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆના પીપલોદ ગામેથી પસાર થતાં હાઈવે રોડ પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૧મી માર્ચના રોજ કોઈ અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તે ચાલતાં પસાર થઈ રહેલાં દેવગઢ બારીઆના પીપલોદ ગામે તળાવ ફળિયામાં રહેતાં ૭૦ વર્ષિય ડાહીબેન સોમાભાઈ વણકરને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી અજાણ્યા વાહનનો ચાલક નાસી જતાં ડાહીબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે માનાભાઈ સોમાભાઈ વણકરે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————-

Most Popular

To Top