દાહોદ:
ગુજરાત રાજ્યના ડી.જી.પી.ના આદેશોને પગલે દાહોદ જિલ્લા પોલીસે પણ અસામાજીક ગુંડા તત્વોને ઝડપી પાડવા તેમજ તે ઉપરાંત ખનીજ માફિયાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહીઓ કરી આગળનો વધુ તપાસનો ધમધમાટ આરંભ કરતાં દાહોદ જિલ્લામાં બેફામ બનેલા અસામાજીક ગુંડા તત્વોમાં પોલીસને આ કાર્યવાહીને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ગુજરાત રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો બેફામ બનતાં તેઓની સામે ૧૦૦ કલાકની અંદર કાયદેસરની કાર્યવાહીઓ કરવા માટે ગુજરાતના પોલીસ અધિક્ષકોને આપવામાં આવેલી સુચના તેમજ માર્ગદર્શનને હેઠળ હાલ ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં પોલીસ તંત્ર દ્વારા અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ અસામાજીક ગુંડા તત્વો સહિત અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ૧૦ આરોપીઓને પાસા હેઠળ ધકેલવામાં આવ્યાં છે. તે ઉપરાંત ૧૦ આરોપીઓને તડીપાર, પ્રોહીબીશનના ૯૩-૯૮, બી.એન.એસ.એસ. ૧૨૯-૬૯, ૦૨ આરોપીઓના જામીન રદ્દ ઉપરાંત વીજ ચોરી કરતાં તત્વો પર પણ પોલીસે કાર્યવાહી કરી વીજ ચોરીમાં રૂા.૭,૧૦,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહત્વમાં દાહોદ જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે પણ પોલીસ સખ્ત બની છે. જેમાં ખનીજ ચોરીમાં કુલ ૦૮ વાહનો જપ્ત કરી તેમાં કુલ ૧૬ લાખ જેટલો દંડ આપવામાં આવ્યો છે. દાહોદ શહેરના રળીયાતી વિસ્તારમાં ૧૨ જેટલા ગેરકાયદેસર દબાણો દુર કરવાની કાર્યવાહીની સાથે સાથે સોશીયલ મીડીયામાં અભદ્ર, ધમકી ભરી ભાષા વાપરનાર ૨ ઈસમો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ રાત્રીના ૧૦ વાગ્યા પછી ડી.જે. વગાડના ડી.જે. સંચાલકો સામે કાર્યવાહી કરી રૂા.૭૪,૦૦૦ના દંડની વસુલાત કરવામાં આવી છે. આમ, દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ જિલ્લાના અસામાજીક ગુંડા તત્વો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહીનો ધમધમાટ આરંભ કરતાં અસામાજીક ગુંડા તત્વો સહિત અન્ય આરોપીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
લીમડી નગરના વિવિધ માર્ગ પર ટ્રાફિક સમસ્યાને લઈ ને અને વાહન ચેકીંગ કરી ફૂટ પેટ્રોલિંગ
લીમડી પોલીસ દ્વારા લીમડી નગર ના વિવિધ માર્ગ પર ટ્રાફિક સમસ્યા ને લઈ ને અને વાહન ચેકીંગ કરી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. લીમડી નગરના વિવિધ માર્ગ પર ફરીને લીમડી પોલીસ ના પી આઈ કે કે રાજપૂત લીમડી પી એસ આઈ એ કે કુવાડિયા અને લીમડી પોલીસ સ્ટાફ સાથે રહી લીમડી નગર માં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.
————————————————
