દાહોદ:
દાહોદ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં અનિયમીત અને ફરજ પર નિયમીત હાજર ન રહેતાં તેવા ૫૮ જેટલા ટ્રાફિક બ્રિગેડના માનદ સભ્યોને દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે ફરજમાંથી મુક્ત કરી દેવાતાં દાહોદ જિલ્લા ટ્રાફિક બ્રિગેડ આલમ સહિત જિલ્લા પોલીસમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે.
દાહોદ જિલ્લામાં ટ્રાફિકની વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે અને જાહેર જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ અવાર નવાર દાહોદ જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન તેવા શુભ હેતુથી કામગીરી કરવામાં આવી છે. ત્યારે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક દ્વારા ટ્રાફીક મામલે કડક રૂપ અખત્યાર કર્યું છે. જેમાં શહેરમાં ટ્રાફીક બ્રિગેડમાં કેટલાક માનદ સભ્યો ફરજ બજાવે છે. તે પૈકી જે ફરજમાં અનિયમીત હોય અને વ્યવસ્થિત રીતે ટ્રાફીક નિયમનની ફરજ બજાવતા ન હોય તેમજ લાંબા સમયથી ગેરહાજર રહેતા હોય તેવા કુલ ૫૮ ટ્રાફીક બ્રિગેડના માનદ સભ્યોને દાહોદ જિલ્લા પોલિસ અઘિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા ટ્રાફીક બ્રિગેડની ફરજમાંથી તાત્કાલીક અસરથી કમી કરી અને તેઓના નામો દાહોદ જિલ્લા ટ્રાફીક એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ ટ્રસ્ટમાંથી રદ કરવામાં આવ્યા છે. આ સભ્યોને કમી કરાતા ટ્રાફીક બ્રિગેડમાં ખળભળાટ મચ્યો છે.
——————————————