દાહોદ :
દાહોદ જિલ્લામાંથી બે સગીરાઓને યુવકો દ્વારા લગ્નની લાલચે અપહરણ કરી લઈ જવાતાં જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દાહોદના વરમખેડા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.૧૫મી માર્ચના રોજ વરમખેડા ગામે પુજારા ફળિયામાં રહેતો મીથુનભાઈ ટીટાભાઈ મેડા પોતાના સાથી મિત્ર કમલેશભાઈ મડીયાભાઈ પરમારની સાથે મળી દાહોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષિય સગીરાને લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ લીમખેડા આંબા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.૦૨ એપ્રિલના રોજ ઝાલોદના ખુટનખેડા ગામે રહેતો અજયભાઈ માનાભાઈ પરમાર લીમખેડા તાલુકામાં રહેતી એક ૧૪ વર્ષિય સગીરા જ્યારે દુકાને સામાન લેવા ગઈ હતી ત્યારે સગીરાને પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ પટાવી, ફોસલવી, લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————————