Dahod

દાહોદ જિલ્લાનું ધો. 10નું 81.29 ટકા પરિણામ, એ-વન ગ્રેડમાં 154 વિદ્યાર્થીનો સમાવેશ

દાહોદ :

દાહોદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ જિલ્લાનું આ વર્ષનું ૮૧.૨૯ ટકા પરિણામ જાહે થવા પામ્યું છે. આ વખતે ધોરણ ૧૦માં દાહોદ જિલ્લામાં એ વન ગ્રેડમાં ૧૫૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

ધોરણ ૧૦નું પરિણામ આજરોજ જાહેર થયું છે. જેમાં દાહોદ જિલ્લાનું આ વર્ષે ૮૧.૨૯ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં એ વન ગ્રેડમાં ૧૫૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. એ વન ટુ ગ્રેડમાં ૧૦૨૬ વિદ્યાર્થીઓ, બી વન ગ્રેડમાં ૩૦૬૯, બી ટુ ગ્રેડમાં ૬૦૮૩, સી વન ગ્રેડમાં ૭૧૯૯, સી ટુ ગ્રેડમાં ૪૮૬૩, ડી ગ્રેડમાં૪૯૨, ઈ વન ગ્રેડમાં ૨૫૯૨, ઈ ટુ ગ્રેડમાં ૨૬૭૫ અને અન્ય ગ્રેડમાં અન્ય વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. દાહોદ જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧૦માં કુલ ૨૯૬૨૧ વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં જેમાંથી ૨૮૧૫૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

સૌથી વધુ પરિણામ દેલસર સેન્ટરનું ૯૬.૨૩ ટકા સૌથી ઓછુ સંજેલી સેન્ટરનું ૬૧.૩૧ ટકા

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ સેન્ટરો પ્રમાણે પરિણામની વાત કરીએ તો દાહોદ સેન્ટરનું ૮૨.૨૭ ટકા, દેવગઢ બારીઆ સેન્ટરનું૭૩.૪૧ ટકા, ઝાલોદ સેન્ટરનું ૭૧.૯૦ ટકા, પીપલોદ સેન્ટરનું ૮૫.૬૬ ટકા, ગરબાડા સેન્ટરનું ૯૫.૬૬ ટકા, ફતેપુરા સેન્ટરનું ૭૯.૪૧ ટકા, લીમખેડા સેન્ટરનું ૮૧.૧૫ ટકા, કંજેટા સેન્ટરનું ૮૬.૯૬ ટકા, સીંગવડ સેન્ટરનું ૭૮.૦૯, જેસાવાડા સેન્ટરનું ૯૨.૦૨ ટકા, રાછરડા સેન્ટરનું ૮૪.૮૩ ટકા, સાગટાળા સેન્ટરનું ૮૬.૯૫ ટકા, લીમડી સેન્ટરનું ૮૧.૮૯ ટકા, સુખસર સેન્ટરનું ૭૦.૭૦ ટકા, સંજેલી સેન્ટરનું ૬૧.૩૧ ટકા, ગાંગરડી સેન્ટરનું ૮૬.૧૮ ટકા, દુધીયા સેન્ટરનું ૮૨.૭૮ ટકા, પીપેરો સેન્ટરનું ૭૫.૧૮ ટકા, કતવારા સેન્ટરનું ૭૮.૭૫ ટકા, ઉકરડી સેન્ટરનું ૯૨.૨૨ ટકા, અભોલડ સેન્ટરનું ૮૧.૬૭ ટકા, દાહોદ-૨ સેન્ટરનું ૮૦.૨૮ ટકા, કારઠ સેન્ટરનું ૮૩.૩૩ ટકા, કુવા સેન્ટરનું ૮૬.૬૧ ટકા, રૂવાબારી મુવાડા સેન્ટરનું ૬૬.૨૦ ટકા, ચુંદડી સેન્ટરનું ૬૯.૫૮ ટકા, બાંડીબાર સેન્ટરનું ૮૯.૫૦ ટકા, દેલસર સેન્ટરનું ૯૬.૨૩ ટકા, નગરાળા સેન્ટરનું ૮૯.૭૩ ટકા, જાલત સેન્ટરનું ૯૦.૫૭ સેન્ટરનું ટકા, મીરાખેડી સેન્ટરનું ૯૬.૦૭ ટકા, વેડ સેન્ટરનું ૮૪.૦૭ ટકા, દાભડા સેન્ટરનું ૮૧.૪૧ ટકા, રેટીયા સેન્ટરનું ૯૦.૩૭ ટકા અને જાદા ખેરીયા સેન્ટરનું ૮૫.૯૬ ટકા પરિણામ જાહેર થયું છે. આ સેન્ટરનો પૈકી સૌથી વધુ પરિણામ દેલસર સેન્ટરનું ૯૬.૨૩ રહેવા પામ્યું છે અને સૌથી ઓછુ સંજેલી સેન્ટરનું ૬૧.૩૧ ટકા રહેવા પામ્યું છે.

—————————————-

Most Popular

To Top