દાહોદ:
દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જિલ્લા પોલીસવડા દ્વારા વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. જેમાં 22 જેટલા પીએસઆઈની આંતરિક પોલીસ સ્ટેશનોમાં બદલીનો ગંજીપો ચીપાયો છે, તેમજ તમામને તાત્કાલિક અસરથી બદલી વાળી જગ્યાએ હાજર થવાનો આદેશ ફરમાવ્યો છે.
જિલ્લા પોલીસ વિભાગની વિવિધ કચેરીઓમાં અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપ સિંહ ઝાલા દ્વારા વહીવટી કારણોસર અચાનક બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. જેમાં દાહોદ ટાઉન એ ડિવિઝન ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન.કોટવાલ ને ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે, દાહોદ ટાઉન એ ડિવિઝન ફરજ બજાવતા આર.વી.રાઠોડ ને ઝાલોદ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. રૂરલ પોલીસ સ્ટેશનના સી.આર.દેસાઈ ને પેરોલ પેરોલ ફર્લો સ્કવૉડ, રૂરલ પોલીસ મથકના એ.ડી. સોનેરી ને દાહોદ એમ.ઓ.બી શાખા માં તેમજ ( એલ આઈ બી શાખા નો વધારાનો ચાર્જ) સોંપવામાં આવ્યો છે.દાહોદ રીડર ટુ દાહોદ વિભાગના સુશ્રી એમ.આઇ.ચૌધરીની રૂરલ પોલીસ સ્ટેશનમાં જયારે જેસાવાડા પોલીસ સ્ટેશનના એન.એમ.રામીની એસ.ઓ.જી શાખા (અટેચ) કતવારા પોલીસ મથકના એ.પી.પરમાર ને જેસાવાડા,જ્યારે કતવારાના સેકંડ પી. એસ. આઈ.આર.આર.સોલંકીને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ( જેકોટ ઓ પી ) સંજેલી પોલીસ સ્ટેશનના એચ.બી.રાણાને ગરબાડા મૂકવામાં આવ્યા છે જ્યારે ગરબાડા ના પી.એસ.આઈ જે.એલ.પટેલ ને સુખસર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે.તો સુખસર પોલીસ સ્ટેશનના જી.બી.ભરવાડને દાહોદ ટાઉન સ્ટેશનના જી.બી.ભરવાડને દાહોદ ટાઉન એ ડિવિઝન જ્યારે લીમખેડાના યુ.ઓ.ત્રિવેદી ને સંજેલી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે તેવી જ રીતે લીમડીના એમ.બી.ખરાડીને લીમખેડા, તેમજ લીમડીના વી.જી.ગોહેલને કતવારા મોકલવામાં આવ્યા છે સાથે સાથે ટાંડા ઓ.પી નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ફતેપુરાના જે.બી.તડવીને ધાનપુર, ઝાલોદના એમ.એમ.માળીને એસ ઓ જી શાખા (અટેચ જ્યારે ધાનપુરના એન.એન.પરમાર ને દાહોદ સાયબર ક્રાઇમ, જયારે ચાકલીયાના જે.કે રાઠોડને ફતેપુરા, દાહોદ એલ.આઈ.બી.શાખાના શ્રીમતી આર પી ડામોર ને દાહોદ મહિલા પોલીસ મથક, દાહોદ સાયબર ક્રાઇમના જી.બી પરમારને સાગટાળા પોલીસ સ્ટેશન જ્યારે લીમખેડા (વલુન્ડી ઓ પી)ના એ.કે.કુવાડીયાને લીંમડી પોલીસ સ્ટેશન ખાતે નિમણૂંક કરવામાં આવી છે જ્યારે દાહોદ લીવ રિઝર્વના આર બી ઝાલા ને દાહોદ ટાઉન એ ડીવી પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા છે. ઉપરોક્ત તમામ તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક બદલી વાળી જગ્યાએ હાજર થઈને ચાર્જ લેવડદેવડ કરી તેનો રિપોર્ટ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપ સિંહ ઝાલાને કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
