Dahod

દાહોદ જિલ્લાના 21 નાયબ મામલતદારોની બદલી, માત્ર 3 નવા આવ્યા


દાહોદમાં મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર : વહીવટી કામગીરી પર અસર થશે

દાહોદ તા.૦૩

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે રાજ્યવ્યાપી બદલીઓના ભાગરૂપે મોટો નિર્ણય લીધો છે. દાહોદ જિલ્લામાંથી 21 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જ્યારે માત્ર 3 નવા નાયબ મામલતદારોની નિમણૂક કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગે કુલ 157 વર્ગ-3ના કર્મચારીઓની રાજ્યવ્યાપી બદલીઓ કરી છે. આ બદલીઓથી દાહોદ જિલ્લાની વહીવટી કામગીરી પર અસર પડવાની શક્યતા છે. દાહોદથી બદલી થયેલા અધિકારીઓમાં સાબરકાંઠામાં 6, ડાંગમાં 3, બનાસકાંઠામાં 2 અને અન્ય જિલ્લાઓમાં 1-1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. દાહોદમાં નવી નિમણૂક પામેલા ત્રણ અધિકારીઓમાં ગાંધીનગરથી કલ્પેશ વી. રાવ, સુરતથી સુરજબેન નારસિંગભાઈ મકવાણા અને ભરૂચથી સ્નેહલકુમારી સી. બામણીયાનો સમાવેશ થાય છે. આ બદલીઓથી વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે જિલ્લામાંથી મોટી સંખ્યામાં અધિકારીઓની બદલી થઈ છે, જ્યારે નવા અધિકારીઓની નિમણૂક ઓછી સંખ્યામાં કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં જિલ્લાના વહીવટી કામકાજ પર અસર પડવાની સંભાવના છે.

એમ
• (1)હિરેન.આર.ચૌધરી સાબરકાંઠા

• (2)તેજલ પી. ગામીત તાપી

• (3)ડી.એમ.મોદી બનાસકાંઠા.

• (4)એચ.એસ જોશી ડાંગ

• (5)નિસર્ગ.આર.દેસાઈ ખેડા

• (6)તરલકુમાર જીવાલુભાઇ પટેલ નવસારી

• (7)એચ.પી.નલવાયા દેવભૂમિ દ્વારકા

• (8)અરવિંદ શિકાજીભાઈ મહીડા,વડોદરા

• (9)કેયુર.જે.રાણા અરવલ્લી

• (10)હેમાબેન એચ.સુથાર પાટણ

• (11)હાર્દિક વી.નાયક વલસાડ

• (12)રવિન્દ્ર એન. ડામોર ડાંગ

• (13)બલરાજસિંગ રાઠોડ સાબરકાંઠા

• (14)ડી.આર ગરાસીયા ડાંગ

• (15)ડી.એચ બોરીચા, ભાવનગર

• (16)ધવલ પી પટેલ સાબરકાંઠા

• (17)સંગીતાબેન રવજીભાઈ ડામોર પંચમહાલ

• (18)ફાલ્ગુની આર.પટેલ સાબરકાંઠા

• (19)હરેશકુમાર એન.પરમાર બનાસકાંઠા

• (20)દર્શન ડી.પટેલ સાબરકાંઠા

(21) કારવીશ.પી.પ્રજાપતિ સાબરકાંઠા

Most Popular

To Top