Dahod

દાહોદ જિલ્લાના મનરેગા યોજનાના કર્મચારીઓની બદલી

દાહોદ :

દાહોદ જિલ્લા પંચાયતના તાબા હેઠળની કચેરીઓ ખાતે મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવતાં જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં તેમજ અલગ અલગ હોદ્દાઓ ઉપર ફરજ બજાવતાં કર્મચારીઓની વહીવટી કારણોસર બદલી તેમજ વધારાની કામગીરી કરવા માટે દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

દાહોદ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત જિલ્લામાં ફરજ બજાવતાં કર્મચારીઓની વહીવટી કારણોસર બદલીની સાથે સાથે વધારાની કામગીરી કરવા માટે હુકમ કરવામાં આવ્યા છે. જેમાં ઝાલોદમાં ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં દિવ્યેશ બિલવાળની દાહોદ ખાતે બદલી કરવામાં આવી છે . તેવી જ રીતે દાહોદમાં ફરજ બજાવતાં કાનન મોઢીયાની ઝાલોદ ખાતે, દાહોદમાં ફરજ બજાવતાં અજય ભાભોરની સંજેલી ખાતે વધારાની કામગીરીમાં એ.ડબ્લ્યુ. એમ. સંજેલી તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે, ઝાલોદ ખાતે ફરજ બજાવતાં એ.જી. કુરેશીને દાહોદ ખાતે, દાહોદ ખાતે આંકડા સહાયક તરીકે ફરજ બજાવતાં દિનેશ પરમારને ઝાલોદ ખાતે, દાહોદમાં ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કિશોર ભાર્ગવને વધારાની કામગીરીમાં એ.ડબ્લ્યુ. એમ. લીમખેડા તરીકેનો વધારાનો હવાલો, લીમખેડામાં આસિસ્ટન્ટ વર્કસ મેનેજર તરીકે ફરજ બજાવતાં રવિ શિક્રેના દાહોદ ખાતે, સિંગવડમાં આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કલ્પના ગોહિલને ગરબાડા ખાતે, લીમખેડા ખાતે આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કલ્પેશ જાટવાને એ.પી.ઓ. સીંગવડ તરીકેની વધારાની કામગીરી, દાહોદ ખાતે આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કુ. નિધિ રાવતને સંજેલી ખાતે, સંજેલી ખાતે આંકડા સહાયક તરીકે ફરજ બજાવતાં દિનેશ બારિયાને દાહોદ ખાતે એ.પી.ઓ. દાહોદ તરીકેની વધારાની કામગીરી, ઝાલોદ ખાતે ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કલ્પેશ દેવડાને લીમખેડા અને લીમખેડા ખાતે ફરજ બજાવતાં નિકુંજ ડામોરને ઝાલોદ ખાતે બદલી કરવામાં આવી છે.

—————————————–

Most Popular

To Top