Dahod

દાહોદ: ચારિત્ર્ય ઉપર શંકા રાખી ત્રાસ ગુજારતા સાસરિયાં સામે પરિણીતાની ફરિયાદ

ત્રાસ ગુજારવામાં પતિને સાસુ – સસરાએ પણ સાથ આપ્યો

દાહોદ:

દાહોદ શહેરમાં રહેતી એક ૪૦ વર્ષિય પરિણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા અન્ય પુરૂષો સાથેના આડા સંબંધનો ખોટો શક, વહેમ રાખી શારીરિક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવી ગયેલી પરણિતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં ગોવિંદનગર ખાતે રહેતાં ૪૦ વર્ષિય નિકીતાબેન અનુપભાઈ દોશીએ ૨૭.૦૧.૨૦૧૧ના રોજ દાહોદ શહેરમાં ગોદી રોડ ખાતે મહાવીરનગર સોસાયટીમાં રહેતાં અનુપભાઈ અશોકભાઈ દોશી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. ત્યારે લગ્નના થોડા સમય સુધી નિકીતાબેનને તેના પતિ અનુપભાઈ તથા સાસરી પક્ષના અશોકભાઈ ઝવેરીલાલ દોશી તથા પ્રેમીલાબેન અશોકભાઈ દોશીએ સારૂ રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર નિકીતાબેન સાથે ઝઘડો તકરાર કરી અન્ય પુરૂષો સાથે આડા સંબંધ રાખતાં હોવાના ખોટા શક, વહેમ રાખી પતિ અનુપભાઈ દ પરણિતા નિકીતાબેનને મારઝુડ કરતો હતો. છુટાછેડા આપવા માટે ધમકીઓ પણ આપતો હતો. ત્યારે સાથ સહકારમાં અશોકભાઈ અને પ્રેમીલાબેન પણ અનુપભાઈને ખોટી ચઢામણીઓ કરી નિકીતાબેન શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવી ગયેલી પરણિતા નિકીતાબેન અનુપભાઈ દોશીએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————————–

Most Popular

To Top