Dahod

દાહોદ: ગર્ભવતિ મહિલાના પેટમાં એક જ મેલીની થેલીમાં ત્રણ નાળ સાથે ત્રણ બાળકો નવ માસ સુધી ઉછર્યા

એક લાખ પ્રસુતિમાં એક બનતી ઘટના સામે આવી

દાહોદ તા 9 વિનોદ પંચાલ

દાહોદ શહેરમાં ગર્ભવતિ મહિલાના પેટમાં એક જ મેલીની થેલીમાં ત્રણ નાળ સાથે ત્રણ બાળકો નવ માસ સુધી ઉછર્યા હોવાની એક લાખ પ્રસુતિમાં એક બનતી ઘટના સામે આવી છે.

દાહોદ શહેરના મુસ્લિમ પરિવારની 22 વર્ષિય યુવતીને પ્રથમ વખત ગર્ભ રહેતાં તે તપાસ કરાવવા આવી હતી. તપાસમાં આ યુવતીના ગર્ભમાં ત્રણ બાળકો હોવાનું જણાયુ હતું. આ વાત જ્યારે યુવતી અને તેના પતિને કરતાં તેઓ ચિંતામાં પડી ગયા હતાં. દંપતિને બાળકો ખોડખાંપણ વાળા થશે, નવ માસ સુધી કઇ રીતે માવજત થશે અને તેમને ખર્ચની પણ ચિંતા હતી. એક જ મેલીની થેલી અને ત્રણ નાળ સાથે જોડાયેલા ત્રણ બાળકોનો કેસ મારા કેરિયરનો પણ પ્રથમ કેસ હતો. વિશ્વમાં અત્યાર સુધી માત્ર આવા 19 કેસો જ રિપોર્ટીક છે. જેમાં મોટા ભાગના ટેસ્ટટ્યૂબ બેબીમાં જોવા મળે છે. સાત હજાર બાળકોનો જન્મ થાય ત્યારે તેમાં એક કેસમાં ત્રણ બાળકો જોવા મળે છે પરંતુ એક મેલીની થેલી અને ત્રણ નાળ(MCTA) તે એક લાખે એક જ કેસમાં જોવા મળે છે. આવા મોટા ભાગના કેસોમાં 30 સપ્તાહમાં પ્રસુતિ થઇ જાય છે, સાથે બાળકનું વજન સામાન્યત: એક કિલોથી ઓછુ રહે છે અને ખોડખાંપણનું પ્રમાણ તેમજ માતા અને બાળકના જીવને પણ 12થી 30 ટકા જોખમ રહે છે. પરિણામ કંઇ પણ આવે દપંતિએ બાળકો લેવાનું મન બનાવી લીધા બાદ તેમણે આપેલી દરેક સલાહને અનુસરવા સાથે રેગ્યુલર ફોલોઅપ, વિઝિટ અને આપેલી જરૂર પ્રમાણેની દવાઓ સમયસર અને ચોક્કસપણે લીધી હતી. પ્રસુતિ વખતે મહિલાનું બ્લડપ્રેશર વધી જવા સહિતના ચેલેન્જ હતા પરંતુ ઇશ્વરની કૃપાથી સફળ પ્રસુતિ કરાવાતા એક સાથે ત્રણ બાળકીનો જન્મ થયો હતો. આ બાળકીઓમાં બે બાળકી 1.9 કિલો અને એક બાળકી 1.7 કિલો વજનની થઇ હતી. સૌથી સુખદ બાબત એ હતી કે ત્રણ બાળકીઓ સ્વસ્થ હતી. એક સાથે ત્રણ બાળકી અવતરતાં પરિવારની ખુશીનો કોઇ પાર ન હતો. મહિલાને દવાખાનેથી રજા અપાઇ ત્યારે પરિવારે પોતાનું ઘર સજાવીને ત્રણ બાળકીઓ અને તેમની માતાને પ્રવેશ અપાવ્યો હતો.”

Most Popular

To Top