Dahod

દાહોદ કોંગ્રેસનો યુથ પ્રમુખ બન્યો બુટલેગર, ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ સાથે ઝડપ્યો



એલસીબી પોલીસે દાહોદ તાલુકાના ઉસરવાણ ટીંડોરી ફળિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી 5000 રૂપિયા કિંમતનુ વિદેશી દારૂ ઝડપી પોતાના મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતા કોંગ્રેસના યુથ પ્રમુખને ઝડપી જેલ ભેગો કર્યો છે.



દાહોદ તાલુકાના ઉસરવાણ ગામના ટીંડોરી ફળિયામાં રહેતા સુનિલભાઈ રામસિંગભાઈ બારીયા કે જેઓ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખને ત્યાં બાતમીને આધારે એલસીબી પીઆઇ સંજય ગામેતી તથા સ્ટાફે છાપો તેના રહેણાંક મકાનમાંથી અંગ્રેજી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી.રાજકીય અગ્રણીને ત્યાંથી ઝડપાયેલા વિદેશી દારૂ અંગે તપાસ કરતા અગાઉ પણ તેઓ સામે એક કેસ નોંધાયેલો હોવાનું બહાર આવ્યું હતું તથા તેઓ વિસ્તારમાં દારૂનો ધંધો કરતા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. વિદેશી દારૂનો વેપલો કરનાર સુનિલ અગાઉ ટી.આર.બી જવાન તરીકે ફરજ બજાવતો હતો.પરંતુ ફરજકાળ દરમિયાન ઉઘરાણું કરતો હોવાનું પોલીસવડાના ધ્યાનમાં આવતા આ સુનિલને ફરજ કર્યો હતો.આમ દાહોદ જિલ્લામાં યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા વિદેશી દારૂનો ધંધો કરાતો હોવાની વાત વાયુવેગે ફેલાતા રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવવા પામ્યો છે ત્યારે બીજી તરફ સમગ્ર પંથકમાં રાજકીય ચકચાર મચી જવા પામ્યો છે. એલસીબી પોલીસે છાપા દરમિયાન બિયરના ટીન 39 તથા 1200 લિટર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો આશરે 7500 ઉપરાંતની કિંમત ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી સુનિલકુમાર રામસિંગભાઈ બારીયાને ઝડપી પાડી તેની સામે પ્રોહી એક્ટની કલમ ૬૫ એ એ તથા ૧૧૬બી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Most Popular

To Top