હિંદોલીયા ગામના જંગલ વિસ્તારમાંથી અશોક લેલન્ડ ટ્રકમાં લઈ જવાતો જથ્થો ઝડપાયો
દાહોદ તા 4
પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના હિંદોલીયા ગામના જંગલ વિસ્તારમાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પીપલોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લીશ દારૂની વિશાળ હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશનની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે એલ.સી.બી. ટીમને સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને એલ.સી.બી. ટીમ દ્વારા પ્રોહી બુટલેગરો ઉપર કડક નજર રાખવામાં આવી રહી હતી.દરમિયાન એલ.સી.બી.ને બાતમી મળી હતી કે અશોક લેલન્ડ કંપનીનો ટ્રક રજી.નં. MP 19 HA 1959 માં મકાઈના દાણા ભરેલ કટ્ટાની નીચે છુપાવીને ઇંગ્લીશ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે, જે લીમખેડા થઈ પીપલોદ તરફ આવનાર છે.બાતમીના આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમ્યાન ટ્રકને અટકાવવાનો પ્રયાસ કરતાં ટ્રક ચાલકે વાહન ઝડપથી ભગાવી પંચેલા ગામ તરફના અંતરિયાળ જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. પોલીસે કુશળતા પૂર્વક પીછો કરી હિંદોલીયા ગામના જંગલવાળા સિંગલપટ્ટી રસ્તેથી ટ્રક ઝડપી પાડ્યો હતો.તપાસ દરમિયાન ટ્રકમાં મકાઈના કટ્ટાની આડમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ-399, જેમાં બોટલો નંગ-15,576 મળી આવી હતી. કિંમત રૂપીયા: રૂ.35,52,864/-
હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી
ASHOK LEYLAND LTD કંપનીનો ટ્રક કિંમત : રૂ.15,00,000/-
દારૂ છુપાવવા માટે વપરાયેલા
મકાઈના દાણા ભરેલ કટ્ટા નંગ-60
કિંમત : રૂ.30,000/-
મળીને કુલ મુદ્દામાલ કિંમત : રૂ.50,82,864/-
આ બાબતે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, અને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની કામગીરીને નોંધપાત્ર સફળતા મળી છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ