દાહોદ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા ૨૬ જેટલા પર્યટકોને મોતને ઘાટ ઉતાર્યાના બનાવ બાદ એક્શનમાં આવેલો ભારત સરકાર દ્વારા દેશમાં રોકાયેલા પાકિસ્તાની નાગરિકોના તાત્કાલિક વિઝા રદ્દ કરી તેઓને પાકિસ્તાન જવા માટેના આદેશો કરી દેવામાં આવ્યાં છે
ત્યારે જાણવા મળ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં લોગ ટર્મ વિઝા પર રહેતા ૪ જેટલા પાકિસ્તાનીઓ કાયમી વિઝા લઈ દાહોદમાં રોકાયેલા છે
ત્યારે શું હવે પાકિસ્તાનથી આવેલા અને કાયમી વિઝાના મારફતે રોકાયેલા આવા પાકિસ્તાનીઓને પણ દેશ છોડવું પડશે ? તેવો નિર્ણય દેશની સરકાર લેશે કે કેમ ? જેવા અનેક સવાલો સાથે હાલ તો દેશવાસીઓમાં પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.
ભારત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાકિસ્તાનીઓના વિઝા રદ્દ કરી તેઓને પાકિસ્તાન પરત માટેના આદેશોની સાથે સાથે સિધું જળ સંધિ સહિતના અનેક પાકિસ્તાનો સાથેના સંબંધોનો અંત આણ્યો છે. ભારત સરકાર અને ખાસ કરીને ભારતીય સેના હવે પાકિસ્તાન અને આતંકવાદ વિરૂધ્ધ લડી લેવાના મુડમાં જાેવા મળી રહી છે. ત્યારે બીજી તરફ દેશમાં વિઝા લઈ આવેલા પાકિસ્તાનીઓના ભારત સરકાર દ્વારા તાત્કાલિક આદેશો સાથે વિઝા રદ્દ કરી તેઓને પરત પાકિસ્તાન પરત જવા માટેના આદેશો પણ કરી દેવામાં આવ્યાં છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ પાકિસ્તાનથી કાયમી વિઝા લઈ દાહોદ જિલ્લામાં વર્ષાેથી રોકાયેલા પાકિસ્તાનના નાગરિકોનો પણ સમાવેશ થયો છે. આવા કાયમી વિઝા લઈ આવેલા અને દાહોદ જિલ્લામાં વસવાટ કરતાં નાગરિકો સામે પણ ભારત સરકાર કડક પગલાં લેશે કે કેમ ? અને આવા પાકિસ્તાનીઓના કાયમી વિઝા પણ રદ્દ કરશે કે કેમ ? જેવી અનેક ચર્ચઓ ભારતીયવાસીઓમાં થવા માંડી છે. ખાસ કરીને હાલ પાકિસ્તાની અને આતંકવાદ સામે લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.
——————————————-