દાહોદ:
દાહોદ શહેરમાં મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગ ખુબ જ હર્ષોલ્લાસ ભેર ઉજવાયો હતો. શહેરના દિગંમ્બર અને શ્વેતામ્બરજૈન સમાજ દ્વારા નીજ મંદિરોથી ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં ઘણી સંખ્યામાં સમાજના લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

મહાવીર જયંતિ પ્રસંગે દાહોદ શહેરના દિગંમ્બર જૈન સમાજ દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. તેમાં ભગવાન મહાવીરના સંદેશ વહેતા થયા હતા. તો ત્યારબાદ મહાવીર શેરીના પુષ્પદંત નીલયથી ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાથે શ્વેતામ્બંર સમાજ દ્વારા પણ ભગવાન મહાવીરની શોભાયાત્રા હનુમાન બજાર સ્થિત ચિંતામણી પાશ્વનાથ ભગવાન મંદિરથી કાઢવામાં આવી હતી. તેમાં શ્વેતાંમ્બર જૈન સમાજના લોકોએ રાશ દાંડીયા રમી આનંદ વ્યક્ત કર્યો હતો.

બંન્ને શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી નીજ મંદિરે પહોંચ્યા હતા. ઉધ્ધારક યુગ નીર્માતા અને પંચ મહાવ્રતથી સમાજને સવારવાવાળા ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરની, મહત્તાથી દુનીયાનો સમસ્ત જૈન સમાજ, તેમના શાસન કાળમાં વીચરણ કરી રહ્યો છે. કંચન જેવી કાયાને તપની અગ્નીથી તપાવી ભગવાન મહાવીરે વિશ્વ સામે એક અનુઠો આદર્શ પ્રસ્તુત કર્યો અને ધ્યાન દરમ્યાન ભારે યાતનાઓ પોતાના શરીર ઉપર થવા છતાં તેઓ સાધનાના પંથ ઉપર આગળ વધતા ગયા. એવા મહાવીર ભગવાનના જન્મોત્સવ અવસરે દાહોદના દિગંમ્બર અને શ્વેતાંમ્બર જૈન સમાજ દ્વારા ભગવાનની શોભાયાત્રા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી.
