Dahod

દાહોદમાં ભારે વરસાદના પગલે લીમખેડા મંગલમહુડી વચ્ચે ટ્રેકનું ધોવાણ થતા અપલાઇનનો રેલ વ્યવહાર ખોરવાયો..



17 જેટલી સુપરફાસ્ટ, તેમજ પેસેન્જર ટ્રેનો બેથી સાત કલાક મોડી,ચાલુ વરસાદે છ કલાકની જહેમતે ટ્રેક રીપેર કરાયો.



ટ્રેક પેટ્રોલિંગ ટીમને ટ્રેકનું ધોવાણ થયા હોવાનું દેખાયું: રેલવે અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા.

દાહોદ તા. 25

દાહોદ જિલ્લામાં વીતેલા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના પગલે લીમખેડા મંગલમહુડી વચ્ચે ટ્રેકનું ધોવાણ થતા એક તરફનો ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી જેના લીધે અપ લાઈનનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. રેલવે ટ્રેકની પેટ્રોલિંગ કરનાર ટીમ દ્વારા સતર્કતા વાપરી રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા રેલવેના આલા અધિકારીઓ તેમજ ટ્રેક મેન્ટેનન્સ કરનાર કરનાર ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને છ કલાકની જહેમત બાદ ટ્રેક રીપેર થતા ધીમી રફતારે અપલાઈનનો રેલ વ્યવહાર શરૂ કર્યો હતો. જોકે આ દરમિયાન 17 જેટલી સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થતા તેમના નિયત સમય કરતા બે થી સાત કલાક સુધી મોડી સંચાલિત થઈ હતી. જેના કારણે રેલવેના મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. પંથકમાં પડી રહેલા વરસાદના પગલે ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ ટ્રેક પેટ્રોલિંગ ટીમને ટ્રેકનું ધોવાણ થયા હોવાનું નજરે પડતા તેઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ રેલવેના હૂટર વાગતા રેલ્વે અધિકારીઓ તેમજ કર્મચારીઓ એલર્ટ થયા હતા.પીપલોદ ખાતેથી ટ્રેક રીપેર મશીન, તેમજ બે જેસીબી ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.દાહોદ થી ટ્રેક રીપેર કરનાર ટીમ,આરપીએફ તેમજ રેલવેના અધિકારીઓ કર્મચારીઓ ઇમરજન્સી ટ્રેન મારફતે ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને યુદ્ધના ધોરણે ટ્રેક રીપેર કરવાની કામગીરી શરૂ કરી હતી. રસ્તા વરસાદના વચ્ચે 6 કલાકની જહેમત બાદ સવારના સવા ચાર વાગ્યાના અરસામાં ટ્રેક રીપેર થતા 10 ની સ્પીડે તેનો આગળ ધપાવવાનું શરૂ કર્યું હતું.

* સુપરફાસ્ટ તેમજ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થઈ તેની યાદી*

12962 અવંતિકા એક્સપ્રેસ સાડા ચાર કલાક
12956 મુંબઈ જયપુર ગણગોર ચાર કલાક
19340 ભોપાલ ઇન્ટરસિટી બે કલાક
09358 રતલામ દાહોદ મેમુ બે કલાક
12918 ગુજરાત સંપર્કક્રાંતિ સાડા સાત કલાક
12979 મુંબઈ-જયપુર સુપરફાસ્ટ ચાર કલાક
09448 અમદાવાદ પટના વિકલી સાત કલાક
15667 ગાંધીધામ કામાખ્યા સાડા ત્રણ કલાક
12431 તિરૂપંતપુરમ રાજધાની બે કલાક
12903 ગોલ્ડન ટેમ્પલ મેલ ચાર કલાક
19490 અમદાવાદ ગોરખપુર છ કલાક
12955 મુંબઈ જયપુર ગણગોર ચાર કલાક
22943 દોન્ડ ઇન્દોર ત્રણ કલાક
19038 અવધ એક્સપ્રેસ બે કલાક
19490 અમદાવાદ ગોરખપુર બે કલાક
11464 જબલપુર સોમનાથ ત્રણ કલાક
19167 સાબરમતી ચાર કલાક

Most Popular

To Top