સિંગવડમાં ખેડૂતોનો ઘાસચારો પલળી ગયો, લગ્નોમાં અડચણ
દાહોદ/ સિંગવડ:
દાહોદમાં વંટોળિયા સાથે વરસાદ સાથે ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારમાં મકાનના છાપરા ઉડ્યા હતા. લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.
દાહોદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી હતી તે અનુસાર વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દાહોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વંટોળિયા સાથે છૂટા છવાયા વરસાદના અમી છાંટણા પડ્યા હતા.
પવનના કારણે વંટોળ જાેવા મળ્યા હતા, વાવાઝોડુ ફુકાતા ગ્રામ્ય પંથકમાં મકાન પતરા ઉડી જવાની ઘટનાઓ પણ બની હતી. હાલમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, સવારના ૯ વાગ્યાથી જ ગરમીનો પારો ચઢી રહ્યો છે, દાહોદ જીલ્લામાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોચ્યો છે, ત્યારે આજે બપોરના સમયે દાહોદ જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, ભારે પવન અને વાવાઝોડા સાથે આકાશ વાદળોથી ઘેરાયેલુ જાેવા મળ્યુ હતુ, આકાશમાં વરસાદી વાદળોની ફોજ ઉતરતા દાહોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, ભારે પવન અને વાવાઝોડા સાથે આકાશ વાદળોથી ઘેરાયેલુ જાેવા મળ્યુ હતુ, આકાશમા વરસાદી વાદળોની ફોજ ઉતરતા દાહોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, ક્યાંક મધ્યમ તો ક્યાંક વરસાદના અમી છાંટણા થયા હતા, વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પલળી ગયા હતા. લીમડી નગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સિંગવડ તાલુકામાં વાવાઝોડા વચ્ચે વરસાદનું આગમન
સિંગવડ તાલુકામાં ધગમગતી ગરમીના વચ્ચે વાવાઝોડું ખૂબ ચાલ્યું હતું. જ્યારે આ વાવાઝોડાના લીધે જ્યાં દેખો ત્યાં ધુળ તથા કાગળો ઉડવા લાગ્યા હતા. ત્યારપછી વરસાદ વરસવાનો ચાલુ થયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જ્યારે આ આ વગર સીઝન નો વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા અને ઘણા ખેડૂતો ના ખેતરમાં ઘાસચારો પડેલો હતો તે પલળી ગયો હતો. સાથે સાથે જ લગ્ન વાળા lપણ ચિંતામાં મુકાયા હતા. કેમ કે આ વાવાઝોડું આવવાથી કેટલાય લગ્નવાળાના ત્યાં લગ્નમાં ભંગાણ સર્જાયા હતા જ્યારે કડાકા ભડાકા સાથે વરસાદનો માહોલ જામ્યો હતો