ભાજપના નેતાઓ પ્રજાના ટોણા સાંભળવા મજબૂર
મોઘવારી -બેરોજગારીનું કઈક કરો ! ભાજપના સભ્ય બની શું ફાયદો ?
ભારે વરસાદે આખા ગુજરાતને તહસનહસ કરી નાખ્યું છે. તેમાં દાહોદ પણ બાકાત રહ્યું નથી. અતિ ભારે વરસાદના લીધે નુકસાનમાં દાહોદ શહેર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. દાહોદ શહેર સ્માર્ટ સિટી ના મોટા મોટા સપના દેખાડી કંઈ નહિ થતાં છેલ્લા ત્રણ વરસથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. એવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ભાજપે સદસ્યતા અભિયાનનો પ્રારંભ તો કર્યો છે. પણ ભાજપના નેતાઓને લોકોના મહેણાં ટોણા સાંભળવા મજબૂર બનવું પડ્યું છે. ભાજપ ના નેતાઓ સભ્ય બનવા લોકોને મનામણાં કરી રહ્યા છે , તો લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે ભાજપ ના સભ્ય બનવાથી શું ફાયદો ? પહેલા મોઘવારી અને બેરોજગારીનું કાઇક કરો.
દાહોદ શહેરમાં છેલ્લો ત્રણ વર્ષથી લોકોને હથેળીમા ચાંદ બતાવાઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા દાહોદની જનતા પાસેથી તમામ ટેકસ વસુલ કરવામાં આવતા હોય છે, સામે પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા વામણી પુરવાર થઈ છે.
બીજી તરફ નગર પાલિકાના સદસ્યો પોતાની ભાગ બટાઈને લઇ એક બીજા ઉપર આરોપ લગાવવામાથી ઉચા આવતા નથી. દાહોદની આ પરિસ્થિતિને લઇ દાહોદના મંત્રી, સાંસદ કે પછી ધારાસભ્ય કોઈ પાસે કોઈ વિચાર કે સમસ્યાનું નિરાકરણ નથી. તેઓ પાસે ટાઇમ નથી. કાર્યક્રમોમા જવા માટે અને પોતાના ફોટા પડાવવાનો સમય છે. ગમે ત્યાંથી ફોટા પડાવવા આવી જશે. એવા સંજોગ મા ભગવાનના ભરોસે છોડીને ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. તમામ સાંસદ , ધારાસભ્યો અને નગર સેવકોને સભ્યો નોંધવાનો ટાર્ગેટ આપ્યો છે . ખુદ ભાજપ કાર્યકરોમાજ ગણગણાટ છે કે સભ્ય બનાવવા માટે કયા મોઢે લોકોને ફોન કરવો ! ભલે સભ્ય બનાવવા માટેનો ટાર્ગેટ આપ્યો હોય પરંતુ સભ્ય નોંધણી કરવી લોઢાના ચણા ચાવવા બરાબર છે. અત્યારે તો ફકત કોણે કેટલા સભ્યો બનાવ્યા તેની જ ચર્ચાઓ ચાલી રહી છે .
સરકારની નિષ્ક્રિયતાને પગલે લોકોમા રોષ ભભૂકી ઉઠયો છે તે જોતાં ભાજપ ના નેતાઓને અનેક સવાલો પૂછી રહ્યા છે. સભ્ય બનાવવા આવી ગયા છો તો લોકોના પ્રશ્નોનું નિરાકરણ તો કરો. આવા સવાલો અને લોકો ના મહેણાંટોણાં ને લઇ સભ્ય બનાવવાનું બીજા નાના નાના કાર્યકરો ને સોંપી દીધુ છે. આમ સભ્ય નોંધણીની કામગીરી નો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સભ્ય નોંધણીનો ટાર્ગેટ પૂરો થાય તેમ લાગતું નથી.
દાહોદમાં ભાજપને સદસ્ય જોડવાનું અઘરું પડી રહ્યું છે, લોકો માટે છે મહેણાં ટોણા
By
Posted on