Dahod

દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં

જૂની અદાવતમાં બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો

દાહોદ તા 23

દાહોદના કસબા વિસ્તારમાં એક જ કોમનાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જૂની અદાવતને લઈને પહેલા બોલાચાલી થઈ, બાદમાં મામલો હિંસક બન્યો હતો. ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સામે પક્ષે અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.

પોલીસનો કાફલો સ્થળ પર હાજર
આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિને ગોળી વાગતાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં DySP સહિત LCB, SOG અને ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે.

ફાયરિંગની ઘટનાને પગલે પોલીસની ટીમે તપાસ હાથ ધરી.

પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી
બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

બે વ્યક્તિને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા.
દાહોદના DySP જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે મારામારીમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. ફાયરિંગ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરશે. આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં બે લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં પણ પોલીસની ટીમને મોકલવામાં આવી છે.

Most Popular

To Top