Dahod

દાહોદમાં ગટરના કામ દરમિયાન ગેસ લાઈન તૂટી, થઈ ગઈ દોડધામ

દાહોદ:

દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પર ભુગર્ભ ગટર યોજના અંતર્ગત પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જેસીબી મશીનથી ખોદકામ દરમ્યાન ગુજરાત ગેસની પાઈપ લાઈનમાં લીકેજ સર્જાતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે લીકેજ થયેલનું સમારકામ હાથ ધરતાં સૌ કોઈ હાશકારો અનુભવ્યો હતો.



દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના સ્ટેશન રોડ ખાતે ભુગર્ભ ગટર લાઈનની પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જેસીબી મશીનથી ખોદકામ થઈ રહ્યું છે. સ્ટેશન રોડ વિસ્તારનો એક તરફના રસ્તા પર ચાલતી આ કામગીરીને પગલે ટ્રાફિક પણ ભારે જાેવા મળી રહ્યું છે. ત્યારે ગતરોજ એમ.એન્ડ. પી. હાઈસ્કુલની સામે આ કામગીરી ચાલી રહી હતી ત્યારે જેસીબી મશીનથી ખોદકામ દરમ્યાન ત્યાંથી પસાર થતી ગુજરાત ગેસ પાઈપ લાઈનમાં લીકેજ થતાં કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ દાહોદ નગરપાલિકાના સત્તાધિશોને કરવામાં આવતાં દાહોદ નગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયાં હતાં. નગરપાલિકાના કર્મચારીઓએ આ અંગે ગુજરાત ગેસના કર્મચારીઓને જાણ કરતાં ગુજરાત ગેસના કર્મચારીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક ધોરણે યુધ્ધના ધોરણે લીકેજ થયેલ ગેસ પાઈપ લાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.

Most Popular

To Top