AAP નેતાની ધરપકડથી રાજકીય માહોલ ગરમાયો
, સરપંચ રાજેશ ડામોરની ધરપકડ
દાહોદ, તા. 7 |
દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના મહામંત્રી તથા લીમડી ગામના સરપંચ રાજેશ રમેશ ડામોરને કોર્ટના હુકમ બાદ ધરપકડ કરવામાં આવી છે. પાંચ લાખ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠરતાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા તથા રૂ. 5 લાખ ભરપાઈનો આદેશ આપ્યો છે.
કોર્ટના આદેશ પછી લીમડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સરપંચ રાજેશ ડામોરની અટકાયત કરી હતી. આ ઘટનાના સમાચાર પ્રસરી જતા દાહોદ જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. AAPના કાર્યકરોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ અને ભાજપમાં સંતોષની લાગણી દેખાઈ રહી છે.
સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ ઘટનાને આવનારી રાજકીય અસર સાથે જોડીને જોવામાં આવી રહી છે. કેટલાક નેતાઓએ “કાયદો સૌ માટે સમાન છે” એમ જણાવ્યું છે, જ્યારે AAP તરફથી કાનૂની માર્ગે આગળ લડત લડવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાએ દાહોદ જિલ્લામાં રાજકીય માહોલને વધુ ગરમાવ્યો છે અને તેની અસર સ્થાનિક રાજકારણ પર પડી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
પ્રતિનિધિ: વિનોદ પંચાલ