દાહોદ:
દાહોદ – સહયોગ કો.ઓ. ક્રેડિટ સોસાયટીમાં દૈનિક બચત કરતા કુલ-૧૦૬ ખાતેદારો પાસેથી કુલ રૂ.૮૮,૯૫,૧૦૦ લીધેલ રકમની મહિલા એજન્ટ દ્વારા ઉચાપત થઈ છે. બેંક એજન્ટ દ્વારા કરવામાં આવેલ ઉચાપાતના ગુન્હામાં છેલ્લા ત્રણ મહીનાથી નાસતા ફરતા આરોપીની દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસે ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર દાહોદ ટાઉન એ ડિવીજન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ સહયોગ કો.ઓ. સોસાયટીમાં દૈનિક બચતના નાણા કલેકટીંગ એજન્ટ તરીકે જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ રહે.૪૦૬, અક્ષર ટાવર-૧ મંડાવાવ રોડ દાહોદનાઓ ફરજ બજાવતા હતા અને તેઓએ સને ૨૦૧૪ થી તા.૧૪/૧૧/૨૦૧૪ ના ૬.૧૧/૦૦ વાગ્યાથી તા.૧૭/૧૧/૨૦૨૩ ના ક.૧૧/૦૦ વાગ્યા દરમ્યાન ઉઘરાવેલ આ સોસાયટીમાં દૈનિક બચત કરતા કુલ-૧૦૬ ખાતેદારો પાસેથી કુલ રૂ.૮૮,૯૫,૧૦૦/- (અઠ્ઠયાસી લાખ પંચાણુ હજાર સો) આરોપીએ ઉઘરાવી જે નાણા સહયોગ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી. દાહોદમાં જમા નહી કરાવી પોતાના અંગત કામમાં વાપરી નાખી ઉચાપત કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરી ગુન્હો કર્યા વિગેરે બાબતની હકીકત આધારે સહયોગ કો.ઓ. સોસાયટીના મેનેજરનાઓએ ફરીયાદ આપતાં તા.૧૪/૦૩/૨૦૨૪ ના કલાક ૧૫/૩૦ વાગ્યે ઉચાપતનો ગુન્હો દાખલ કરવા દાખલ કરવામાં આવેલ છે.
સદર ગુન્હો દાખલ થયા પછી ઉચાપત કરનાર આરોપી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નાઓ નાસતા ફરતા રહેલ અને પોલીસની પકડથી દુર રહેલ અને સદર ગુન્હાની તપાસ ડી.ડી.પઢીયાર પોલીસ ઇન્સ્પેકટર નાઓ કરતા હોય તેઓએ હુમન સોર્સથી માહીતી મેળવી પોલીસ સ્ટાફના માણસો દ્વારા વોચ રખાવી ગઇ તા.૦૭/૦૬/૨૦૨૪ ના રોજ આરોપી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલને મંડાવાવ રોડ દાહોદ ખાતેથી ધરપકડ કરી પુછતાં દૈનિક બચતના ખાતેદારો પાસે દરરોજના રૂપીયા લેવા સારૂ પોતાનો છોકરો ધવલભાઇ S/O સુનિલકુમાર અગ્રવાલ પણ જતો હતો અને તેને અને પોતે ખાતેદારો પાસેથી ઉઘરાવેલ રૂપીયામાંથી અમુક રૂપીયા સહયોગ બેંકમાં જમા નહી કરાવેલ હોવાની કબુલાત કરેલ હોય આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
દાહોદની ક્રેડિટ સોસાયટીના મહિલા એજન્ટે ગ્રાહકોના દૈનિક બચતના રૂપિયા 88.95 લાખ ગપચાવ્યા
By
Posted on