દાહોદ :
દાહોદના સરશ્વતી સર્કલથી વિશ્રામ ગૃહ તરફ જતા રસ્તા વચ્ચે મોપેડ બાઇકમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે પહોંચેલ ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
દાહોદ શહેરના વિશ્રામગૃહ સામે આવેલા માર્ગ પર આજરોજ એક અચાનક ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિ પોતાની મોપેડ સ્ટાર્ટ કરવા સેલ મારતા શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જેમાં મોપેડ બાઇકમાં આગ લાગવાની ઘટના સમયે રસ્તા પર ભારે અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. મોપેડ ચાલક જ્યારે પોતાની મોપેડ સ્ટાર્ટ કરી રહ્યો હતો ત્યારે ત્યાં અચાનક ધુમાડો નીકળ્યો અને તરતજ આગ લાગી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લેતા લોકો ભયભીત થયા હતા. અને મોપેડ બાઇકમાં આગ લાગવાની જાણ લોકોએ દાહોદ નગરપાલિકા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની ઘટનાની જાણ થતાજ ઘટનાસ્ થળે દોડી આવેલ ફાયર વિભાગની ટીમએ આગ લાગેલી મોપેડ બાઇક પર સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાશકારો લીધો હતો.
