Dahod

દાહોદના રૂંવાટા ઊભા કરી દેતી ઘટના, બે પૂત્રો સાથે પિતા ઝાડ ઉપર લટકી ગયા

મૂળ સેલવાસના પિતા અને બન્ને પુત્રો ની લાશ પીએમ માટે હોસ્પિટલમા લઈ જવામાં આવી

દાહોદ :
દાહોદ તાલુકાના કઠલા ગામે સામુહિક આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં પિતાએ પોતાના બે પુત્રો સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે

ઝાડ પર લટકી આત્મહત્યા કરી

ઘટના અંગે મળતી માહિતી મુજબ મુળ દાહોદના ખંગેલા ગામના યુવકે કઠલા ગામના છાયણ ફળીયામા વૃક્ષ ઉપર પોતાના પાંચ અને સાત વર્ષ ના બે પુત્રો સાથે લટકી ને આત્મહત્યા કરી છે.

પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મૃતદેહો ને ઉતારીને પોસ્ટમોટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

બે બાળકોને ઝેર આપી પિતાએ ગળે ફાંસો ખાધો
ચારેક દિવસ અગાઉ દાદરા નગર હવેલીના સેલવાસની ચાલીમા રહેતા અને મુળ મહારાષ્ટ્રના પરિવારના મોભીએ પહેલા પોતાના બાળકોને ખોરાકમા ઝેર ભેળવીને ખવડાવ્યું હતું. બાળકોના મૃત્યુ બાદ તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

પોલીસને સુસાઈડ નોટ મળી
સ્થાનિક લોકોને ઘટના ની જાણ થતાં તરત જ સેલવાસ પોલીસને સુચના આપી હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ કરતા એક નોટ મળી આવી હતી. પ્રાથમિક તપાસમા કોટુમ્બીક વિવાદો ,નાણાકીય મુશ્કેલીઓ અથવા માનસિક સ્વાસ્થ્યની તકલીફો આ પગલા નુ કારણ હોવાનું સામે આવ્યું હતું.

Most Popular

To Top