સદી ફટકારી ભાદર ટીમને ચેમ્પિયન બનાવી
મેન ઓફ ધ મેચ,મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલરની ટ્રોફીની હેટ્રિક

ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ ૨.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૧૦ એમએલએ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભાદર ક્રિકેટ ટીમે ફાઈનલમાં ભવ્ય જીત મેળવી હતી જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને મેન ઓફ ધી મેચ,મેન ઓફ ધી સીરીઝ તેમજ બેસ્ટ બોલર તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં.

છેલ્લા કેટલાંક દિવસોથી ગુજરાતમાં એમએલએ ક્રિકેટ લીગ ૨.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નમાનેન્ટમાં ૧૦ જેટલી એમએલએની ટીમો ભાગ લીધો હતો જેમાં સાબરમતી, બનાસ, નર્મદા, ભાદર, સેતરૂન્જી, મહીસાગર, મીડીયા, વિધાનસભા શક્તિ, દુર્ગાની ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌ કોઈએ ઉત્સાહભેગ ભાગ લઈ ક્રિકેટ ટુર્નામેન્ટનો આનંદ માણ્યો હતો. એકપછી એક ક્રિકેટની મેચમાં રોમાંચક દ્રશ્યો સર્જાયા હતાં. જ્યારે છેલ્લે ફાઈનલમાં ભાદર ટીમે બાજી મારી હતી.

આ ભાદર ટીમમાં દાહોદના ધારાસભ્ય કનૈલાયાલ કિશોરીએ બેટીંગ અને બોલીંગમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું અને પોતાની બેટીંગમાં ૧૦૨ માર્યા હતા અને વિકેટો પણ લીધી હતી. ત્યારે ભાદર ટીમનો ટુર્નામેન્ટ ટ્રાફીમાં ભવ્ય વિજય થતાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને મેન ઓફ ધી મેચ,મેન ફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં.
————————————
