Dahod

દાહોદના માતવા ગામે કોઝવેમાં પાણી ભરાતા કાર ફસાઈ, બે લાપતા



દાહોદ તાલુકાના માતવા ગામે ભારે વરસાદને પગલે કોઝ વે તરફથી પસાર થતી એક ફોર વ્હીલર ગાડી કોઝવેના પાણીમાં તણાઈ જતાં ફોર વ્હીલ ગાડીમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિઓ હાલ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ તંત્રને થતાં રેશ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ લાપતા બે વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર પાણી પાણી જાેવા મળી રહ્યાં છે. ત્યારે ગતરોજ રાત્રીના સમયે જિલ્લામાં ભારે વરસાદને પગલે દાહોદના માતવા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યાં હતાં ત્યારે તે સમયે ત્યાંથી પસાર થતી એક ફોર વ્હીલર ગાડી આ કોઝવેમાં ફસાઈ જતાં જાેતજાેતામાં ફોર વ્હીલર ગાડી કોઝવેના પાણીમાં તણાઈ ગઈ હતી. ફોર વ્હીલર ગાડીમાં સવાર ચાર વ્યક્તિઓએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને જે પૈકી બે વ્યક્તિઓને સ્થાનીકો દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતાં ત્યારે ત્યારે કોઝવેમાં ગાડી તણાઈ જતાં અન્ય બે વ્યક્તિઓ પણ ફોર વ્હીલર ગાડી સાથે કોઝવેના પાણીમાં લાપતાં થઈ ગયાં હતાં. ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતાં તંત્ર પણ તાબડતોડ ઘટના સ્થળે રેશ્ક્યુ ટીમને લઈ પહોંચી ગઈ હતી. જ્યાં બંન્ને લાપતાં વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી રહી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા બે,ત્રણ દિવસથી ભારે વરસાદને પગલે તમામ સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યાં છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ઘુટણ સમા પાણી ભરાઈ જવાને પગલે વાહન ચાલકોને અવર જવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

———————————————–

Most Popular

To Top