દાહોદ : દાહોદમાં મનરેગા કૌભાંડમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા પ્રોપાઇટર સંજીવ બારીયા અને કંપની પ્રોપાઇટર જગદીશ બારીયા આ બંનેના આજરોજ પોલીસ રિમાન્ડ પુરા થતા બંનેને દાહોદની કોર્ટમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આ બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો દાહોદની કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
દાહોદના બહુચરચીત એવા 71 કરોડના મનરેગા કોભાંડમાં દાહોદ પોલીસ દ્વારા એક પછી એક આરોપીઓની દાહોદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને જેમાં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ આ બંનેની પણ પોલીસે અટકાયત કરી હતી. જેને પગલે સત્તાધારી પક્ષમાં સન્નાટો પણ છવાઈ જવા પામ્યો છે. બીજી તરફ આ આરોપીઓની યાદીમાં પ્રોપાઇટર સંજીવ બારીયા અને કંપની પ્રોપાઇટર જગદીશ બારીયાનો પણ સમાવેશ થતાં તારીખ 20 મી મેના રોજ આ બંને આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેઓને દાહોદની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા દાહોદની કોર્ટ દ્વારા ઉપરોક્ત બંને આરોપીઓના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં આ બંને આરોપીઓના આજરોજ પોલીસ રિમાન્ડ પૂરા થતા બંને આરોપીઓને દાહોદ પોલીસ દ્વારા દાહોદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટ દ્વારા આ બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ ફરમાવ્યો છે.
જગદીશ બારીયા દેવગઢ બારીયા વન વિભાગની કચેરીમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજો બજાવતો હતો
દેવગઢ બારીયા મનરેગા કૌભાંડમાં આજરોજ પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા પ્રોપરાઇટર બાદ દાહોદ સબ જેલમાં કેદ થયેલા પ્રોપરાઇટર જગદીશ બારીયાએ મનરેગા કૌભાંડમાં પોતાની એજન્સીના બિલો મૂકીને સરકારી નાણાંને સગેવગે કરવાના કૌભાંડમાં હાથ કાળા કર્યા છે. આ જગદીશ બારીયા દેવગઢ બારિયા ખાતે આવેલ વન વિભાગની કચેરીમાં કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે દાહોદ પોલીસ તંત્રના તપાસ ટીમોના હાથે મનરેગા કૌભાંડમાં ઇજારદાર એજન્સીના સંચાલક તરીકે ઝડપાયેલા જગદીશ બારીયાએ પોતે દેવગઢ બારીયા વન વિભાગ કચેરીના કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હોવાનું કબુલાત કરી છે અગર છૂપાવી છે. આ અંગે સત્તાવાર રીતે કંઈ જાણવા મળતું નથી. પરંતુ જગદીશ બારીયાની મનરેગા કૌભાંડમાં આરોપી તરીકે ધરપકડ કરવામાં આવતા દેવગઢ બારિયાની વન વિભાગના સત્તાધીશો પણ કંઈ બોલવા ત્યાર નથી. અને સમગ્ર ઘટનાને છૂપાવીને જગદીશ બારીયાની કરાર આધારિત નિમણૂક ઉપરી સતાધીશોએ કરી હોવાના રટાણો શરૂ કર્યા છે.
રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ના બંને આરોપી પુત્રો સાથે અને એમાં પણ મુખ્યત્વે કિરણનો ખાસ અને અંગત સાગરીતો પૈકી એક જગદીશ બારીયા પોતે દેવગઢ બારિયા વન વિભાગની સરકારી કચેરીમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હોવા છતાં પણ મનરેગાના કામોમાં પોતાની એજન્સીના નામે બોગસ બીલો રજૂ કરીને સરકારના નાણાં બદ ઇરાદાઓ સાથે મેળવ્યા હતા. આ મનરેગા કૌભાંડના લાખો રૂપિયાની હેરાફેરીઓના વ્યાપારોમાં જગદીશ બારીયા એ ચાર જેટલા જેસીબી મશીનો ખરીદ કર્યા હોવાનું પણ કહેવાય છે. તદ દેવગઢ બારીયા સમય વડોદરામાં પણ મિલકતોમાં ધંધાકીય રોકાણો હોવાનું પણ કહેવાય છે. એક કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરની ફરજ બજાવતા જગદીશ બારીયા વૈભવી કારમાં વડોદરાથી દેવગઢ બારિયા દરરોજ અપડાઉન કરતો હતો. હવે ત્યારે દેવગઢ બારીયાના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં આરોપી બનેલા જગદીશ બારીયા એ દેવગઢ બારીયાની વન વિભાગની કચેરીના વહીવટી ટેબલ પર બેસીને મનરેગા કાંડવાળી ક્યાંક કરી નથી ને એને લઈને વન વિભાગના કર્મચારીઓ પણ અંદરખાને મૂંઝવણો અનુભવી રહ્યા છે.