Dahod

દાહોદના બહુચર્ચિત બોગસ એન.એ.ના બે જુદા-જુદા પ્રકરણમાં પોલીસે 1000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી…




ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા આરોપ,અન્યોની સંડોવણી નો પણ ઉલ્લેખ..

માસ ઓર્ગેનાઈઝેશન ક્રાઇમ હેઠળ પણ ગુનો નોંધવાના એંધાણ

આરોપીઓ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ ચેટનો પણ ઉલ્લેખ..

દાહોદ તા. 24

દાહોદમાં બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં દાહોદના બે જુદા-જુદા પોલીસ મથકોમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં 4 ઈસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા.જે બાદ હવે નામદાર કોર્ટમાં કે સંબંધિત ચાર્જશીટ મુકવાની છેલ્લી તારીખ આવતા પોલીસે બંને જુદા જુદા પ્રકરણમાં અધધ કહી શકાય તેમ 1000 જેટલા પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા બોગસ બીનખેતી પ્રકરણ ચર્ચામાં આવવા પામ્યો છે.જોકે સર્વે નંબર 303 305 306 તેમજ સર્વે નંબર 376/1/1/4 માં અત્યાર સુધીમાં દાહોદનો નામાંકિત અને બંને પ્રકરણમાં મુખ્ય ભેજાબાજની ભૂમિકામાં ડેવલોપર રહેલા શૈશવ સિરીસચંદ્ર પરીખ,જકરીયા મેહમુદ ટેલર, હારુન પટેલ ઉર્ફે કડક,તેમજ બોગસ બિનખેતી પ્રકરણમાં નકલી હુકુમ બનાવનાર સરકારી કર્મચારી ઇન્ચાર્જ નાયબ ચીટનીશ વિજય રમસુ ડામોર સહિત ચાર આરોપીઓ જેલવાસો ભોગવી રહ્યા છે.જોકે હવે બંને પ્રકરણમાં નામદાર કોર્ટમાં ચાર્જસીટ મૂકવાની 29.07.2024 છેલ્લી તારીખ હોવાથી આઠમના તહેવારને અનુલક્ષીને ત્રણ દિવસ રજા હોવાથી ભુવાજી પોલીસે કોઈપણ જાતની રિસ્ક લીધા વગર એટલે કે આરોપીઓને કોઈપણ પ્રકારનો આડકતરો લાભ ન મળે તે માટે પોલીસે છેલ્લી તારીખના બે દિવસ પહેલા જ નામદાર કોર્ટમાં 1000 કરતા પણ વધુ પાનાની ચાર્જસીટ રજૂ કરી છે. પોલીસના આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ ચાર્જસીટમાં અનેક ચોકાવનારા આરોપો ઘડવામાં આવ્યા છે.એટલું જ નહીં એટલું જ નહીં સમગ્ર કૌભાંડની એમઓ એટલે કે મોડસ ઓપરેન્ડી ખુલવા પામી છે તેમજ અન્ય કોણ કોણ આ કેસમાં સંડોવાઈ શકે છે તેનો ઉલ્લેખ પણ કરાયો હોવાનું જાણવા મળેલ છે.ત્યારે પોલીસની નજરે માસ ઓર્ગેનાઈઝેશન ક્રાઇમ અંતર્ગત પણ ગુના નોંધાવાના એધાણ વર્તાઈ રહ્યા છે.

બોગસ બિનખેતી પ્રકરણમાં દાખલ થયેલી બંને ફરિયાદોમાં જે આરોપીઓના નામો બહાર આવ્યા છે. તેઓના ત્યાંથી મળેલા મુદ્દામાલમાંથી અનેક ચોકવનારી હકીકતો પ્રાપ્ત થઈ હોવાનું પોલીસે પોતાની ચાર્જસીટમાં નોંધ્યું છે. તો આરોપીઓ વચ્ચે મોબાઈલ ફોનમાં થયેલી મહત્વપૂર્ણ ચેટ પણ પોલીસના હાથે લાગી હોવાનું જાણમાં આવ્યું છે..પોલીસે સ્ટેશન કોર્ટમાં કરેલા સોગંદનામામાં આરોપીઓના વિરોધમાં પોલીસે વિવિધ 12 મુદ્દા ટાંકી આરોપીને જામીન ન મળે તેઓ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. ત્યારે હવે ચાર્જશીટ પછી આરોપીઓ હાઇકોર્ટમાં જામીન માટે કયા પ્રકારનો રૂપ અખત્યાર કરે છે.

*જેલમુક્ત થવા ડેવલોપર અને મુખ્ય આરોપી કહેવાતા શેશવે ત્રણ વાર જામીન અરજી કરી હતી*

અત્રે ઉલ્લેખની છે. ઉપરોક્ત પ્રકરણમાં મુખ્ય ભેજાબાજ કહેવાતા આરોપી શેશવ પરીખે ચાર્જશીટ પહેલા હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી કોઈક કારણોસર વીડ્રો કરી હતી. અત્રે ઉલ્લેખની છે કે આ પહેલા પણ ચારેય આરોપી પૈકી શેશવ પરીખે જેલ મુક્ત થવા માટે દાહોદની નીટલી કોર્ટ તેમજ સેશન્સ કોર્ટમાં પણ જામીન અરજી મૂકી હતી.પરંતુ ગુનાની ગંભીરતા જોતા બંને કોર્ટમાં તેમની જામીન નામંજૂર થઈ હતી. જોકે હવે ચાર્જશીટ કોર્ટમાં દાખલ થયા બાદ ઉપરોક્ત આરોપીઓ જેલમુક્ત થવા માટે ઉચ્ચ ન્યાયાલયમાં જામીન અરજી મૂકશે ની પ્રબળ સંભાવના ઊભી થવા પામી છે.

*બોગસ બિનખેતી પ્રકરણમાં ચાર આરોપી જેલમાં:ત્રણથી વધારે વોન્ટેડ.*
ઉપરોક્ત પ્રકરણમાં બંને પોલીસ મથકોમાં નોંધાયેલી ફરિયાદમાં અત્યાર સુધીમાં ચાર આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે.જોકે પોલીસ સેશન્સકોર્ટમાં મુકેલા સોગંદનામા મુજબ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં સર્વે નંબર 303, 305,306 માં જકરીયા મહેમુદ ટેલર, સેશવ સિરીસચંદ્ર પરીખ, વિજયભાઈ રમસુભાઈ ડામોર, રામકુમાર સેવકરામ પંજાબી, તથા અન્ય તપાસમાં ખુલે તેમ કુલ ચાર આરોપીઓ દર્શાવ્યા છે. જે પૈકી રામુ પંજાબી હાલ નાસતા ફરતા છે.જ્યારે એ ડિવિઝનમાં નોંધાયેલ ફરિયાદમાં સર્વે નંબર 376/1/1/4 માં હારુંન રહીમ પટેલ ઉર્ફે કડક, શૈશવ શિરીષચંદ્ર પરીખ,રામકુમાર સેવકમલ પંજાબી, કુતુબુદ્દીન મુરુદ્દીન રાવત,તેમજ અદનાન સહીત પાંચ આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે અન્ય સહિતના આરોપી દર્શાવ્યા છે. જોકે આ કેસમાં હારુંન પટેલ તેમજ શેશવ જેલમાં છે. જ્યારે અન્ય ત્રણને નાસતા ફરતા તરીકે જાહેર કર્યા છે.

Most Popular

To Top