Dahod

દાહોદના નકલી એનએ પ્રકરણમાં 179 શંકાસ્પદ સર્વે નંબરોની ચકાસણી

દાહોદ:

દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં સરકારની તિજાેરીને નુકસાન પહોંચાડી પ્રિમિયમની ચોરી કરનાર આરોપીઓ હાલ જેલમાં છે, ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટરને અધ્યક્ષસ્થામાં જુદી જુદી ટીમો બનાવી કુલ 179 શંકાસ્પદ સર્વે નંબરોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. તેવા સમયે દાહોદમાં લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. આવા સમયે દાહોદમાં સંબંધિત તંત્ર દ્વારા સર્વે નંબર ધારકોને કોઈ અન્યાય ન થાય તે માટે સરકાર કટીબધ્ધ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે ત્યારે હાલ તો ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોની તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં એક પછી એક અનેક ચોંકાવનારા પાસાઓ બહાર આવી રહ્યાં છે. ત્યારે થોડા દિવસો પહેલા દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે જે પૈકી હાલ ૧૭૯ શંકાસ્પદ સર્વે નંબરોની તંત્રની જુદી જુદી ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સર્વે નંબરોમાં ટીમો દ્વારા દસ્તાવેજો સહિતની નકલો તપાસમાં આવી રહી છે જેમાં નકલી એનએ પરવાનગીવાળા દસ્તાવેજાેની ખાસ ચકાસણી થઈ રહી છે. ટીમો દ્વારા ચકાસણીની પ્રક્રિયામાં સર્વે નંબર ધારકોમાં એક પ્રકારનો ફફડાટ તેમજ ભય પણ જાેવા મળી રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો દ્વારા પોતાની એક એક પાઈ ભેગી કરી પોતાનું ઘર ઉભુ કર્યુ છે ત્યારે આવા સર્વે નંબર ધારકોને કાયદાની તેમજ ખાસ કરીને દસ્તાવેજાેની ખરાઈ મામલે કોઈ ખાસ જ્ઞાન ન હોવાને કારણે ક્યાંકને ક્યાંક તેઓ પણ મુંઝવણમાં મુકાઈ રહ્યાં છે. આવા સમયે જાે કોઈ સર્વે નંબર ધારકોના સર્વે નંબરનું પ્રિમિયમ ન ભરાયું હોય તો તે પ્રિમિયમ કેટલું હશે અને કોણ ભરશે ? જેવી ચર્ચાઓ પણ વહેતી થવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, હાલ આ સર્વે ચાલુ છે અને જ્યારે સર્વે કર્યા બાદ ખરેખર પ્રિમિયમ કેટલું હશે અને કોણ ભરશે ? તે મામલે તંત્ર દ્વારા ચકાસણીઓ પુર્ણ થયે સરકારને અહેવાલ સોંપ્યાં બાદ આ મામલે ચોક્કસ નિર્ણય લેશે ત્યારે સરકાર દ્વારા ખરેખર સર્વે નંબર ધારકોના હિતમાં નિર્ણય લે તે અત્યંત આવશ્યક છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા પણ આ મામલે સર્વે નંબર ધારકોને કોઈ નુકસાન ન થાય તે માટે યોગ્ય નિર્ણય લેશે તે મામલે પણ કટીબધ્ધ છે.

—————————————-

Most Popular

To Top