દાહોદ શહેરમાં ફોરવીલર ગાડીની ચોરી કરનાર બે યુવકો ઝડપાયા, એક વોન્ટેડ
દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલી શ્રીનગર સોસાયટી માંથી થોડા દિવસ અગાઉ કાર ચોરી કરીને લઈ ગયું હતું . આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જે બાદ દાહોદ એ ડિવિઝન પોલીસે નેત્રમ કેમેરાના મદદથી ફોરવીલર ગાડી ની ચોરીને અંજામ આપનાર દાહોદના બે યુવકોને ચોરાયેલી ફોરવીલર ગાડી સાથે ઝડપી જેલભેગા કર્યા છે જ્યારે ફોરવીલર ગાડીની ચોરીના પ્રકરણમાં અન્ય એક દાહોદનો યુવક વોન્ટેડ હોવાનું પોલીસ વોન્ટેડ હોવાનું પોલીસના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે.
દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલી શ્રીનગર સોસાયટીમાં તારીખ ૮.૬.૨૦૨૪ ના રોજ ફોરવિલર ગાડી કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરીને લઈ જતા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જાેકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. ઉપરોક્ત બનાવમાં દાહોદ એ ડિવિઝન પોલીસે શહેરમાં લાગેલા નેત્રમ કેમેરાની મદદથી તપાસ હાથ ધરતા બે યુવકો ગાડીને અંજામ આપી લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ મામલે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી બાતમી ના આધારે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે કાળીતળાઈ ખાતે વોચ ગોઠવી વગર નંબરની ક્રેટા ગાડીને ઝડપી ગાડીમાં સવાર દેવાભાઈ હલકેશભાઈ શર્મા રહેવાસી અંબિકાનગર મૂળ રહેવાસી સિધેશ્વરી સોસાયટી ,ગોધરા રોડ તેમજ સ્વયં વિપુલ પટેલ રહેવાસી શીતલ સોસાયટી ગોવિંદ નગરનાઓને ઝડપી ગાડીની તલાસી લેતા નંબર પ્લેટ મળી આવી હતી. ત્યારબાદ ઉપરોક્ત બંને પકડાયેલા ઈસમોને ઝડપી તલસ્પર્શી તપાસ હાથ ધરતા ઉપરોક્ત બંને યુવકોએ તેના અન્ય એક સાગરિત વિશાલ રહેવાસી ગોધરા રોડ સાથે મળી શહેરના ગોવિંદ નગર વિસ્તારમાંથી ફોરવીલર ગાડીની ઉઠાંતરી હોવાની કબુલાત કરી હતી.
—————————————
દાહોદથી ચોરાયેલી કારનો ભેદ ઉકેલાયો
By
Posted on